
‘ગ્રીન કાર્ડ’ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેને “Permanent Resident Card” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમ માટે રહી શકે છે અને કામ કરી શકે છે.
બીજું કે, આ કાર્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારા કાયમી રહેઠાણના પુરાવા તરીકે કામ કરે છે. મળતી માહિતી મુજબ, ગ્રીન કાર્ડ પ્રાપ્ત કર્યા પછી તમે સામાન્ય રીતે 3 થી 5 વર્ષ પછી યુએસ નાગરિકતા માટે અરજી કરી શકો છો.
‘ગ્રીન કાર્ડ’ એ યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર દ્વારા જારી કરાયેલ એક દસ્તાવેજ છે, જે ધારકને Permanent Resident નો દરજ્જો આપે છે. આ દરજ્જાનો અર્થ એ છે કે, તમે કોઈપણ સમય મર્યાદા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકો છો, કામ કરી શકો છો અને અભ્યાસ કરી શકો છો.
બીજીબાજુ ‘વિઝા’ એ અલગ હોય છે. વિઝા તમને ફક્ત થોડા સમય માટે (જેમ કે ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અથવા વર્ક વિઝા) યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા અને રહેવાની મંજૂરી આપે છે. એકવાર તમારા વિઝાની મુદત પૂરી થઈ જાય પછી તમારે દેશ છોડવો પડે છે.
આવું એટલા માટે કારણ કે, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાનો કાયદેસર અધિકાર આપે છે. તે ધારકને વધુ સારું જીવન, શિક્ષણ અને રોજગાર માટે ઘણી તકો પૂરી પાડે છે, તેમજ યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખોલે છે.
યુ.એસ. નાગરિકો અથવા હાલના ગ્રીન કાર્ડ ધારકોના નજીકના સંબંધીઓ અરજી કરી શકે છે. પાત્ર સંબંધીઓમાં જીવનસાથી, બાળકો, માતાપિતા અને ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
Published On - 7:23 pm, Fri, 28 November 25