રાહુલ ગાંધીએ બ્રિટિશ સાંસદોને કહ્યું- અમારી સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવાયા છે

Rahul Gandhi in UK : અમને નોટબંધી પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નોટબંધી એક વિનાશક નિર્ણય હતો. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો. GST અને ચીનના સૈનિકોના ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાના મુદ્દે પણ અમને ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

રાહુલ ગાંધીએ બ્રિટિશ સાંસદોને કહ્યું- અમારી સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવાયા છે
| Edited By: | Updated on: Mar 07, 2023 | 6:58 AM

Rahul Gandhi In UK Parliament : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લંડન સ્થિત બ્રિટિશ સંસદ સંકુલમાં બ્રિટિશ સાંસદોને સંબોધતા કહ્યું હતું કે, ભારતની સંસદમાં વિપક્ષના માઈક ઘણીવાર બંધ કરી દેવામાં આવે છે. હાઉસ ઓફ કોમન્સના ગ્રાન્ડ કમિટી રૂમમાં વિપક્ષી લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ વીરેન્દ્ર શર્મા દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતા. રાહુલ ગાંધીએ આ યાત્રાને લોકોને એક બીજા સાથે જોડવાની રાજકીય કવાયત ગણાવી હતી.

હળવાશમાં, રાહુલ ગાંધીએ પોતાની વાત કહેવા માટે રૂમમાં ખામીયુક્ત માઈકનો ઉપયોગ કર્યો હતો. જેને તેમણે ભારતમાં વિપક્ષ ઉપરના દમનરૂપ ગણાવ્યું હતું. આ સાથે જ ભાજપે રાહુલ ગાંધી પર વિદેશની ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

આરએસએસ પર રાહુલે સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને તેનું કારણ એ છે કે આરએસએસ નામની સંસ્થા. જે એક કટ્ટરવાદી, ફાસીવાદી સંગઠન છે. તેમણે મૂળભૂત રીતે ભારતની તમામ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થયું કે તેઓ આપણા દેશની વિવિધ સંસ્થાઓને પકડવામાં કેટલા સફળ રહ્યા છે. પ્રેસ, ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા એક યા બીજી રીતે આ બધા જોખમમાં છે અને નિયંત્રિત છે.

બ્રિટિશ સાંસદોને સંબોધિત કર્યા

ભારતમાં રાજકારણી બનવાના તેમના અનુભવ અંગેના પ્રશ્નના જવાબમાં, 52 વર્ષીય વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બ્રિટિશ સાંસદોને કહ્યું, “અમારા માઇક્સ ખરાબ નથી, તે કામ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં તમે તેને ચાલુ કરી શકતા નથી.” સંસદમાં હુ બોલતો હોઉ તે વખતે આવું ઘણી વખત બન્યું છે.