Russia Ukraine War : રશિયાના વિજય દિવસ પહેલા પુતિન યુક્રેનમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં, જાણો પુતિનના પ્લાન વિશે

|

May 04, 2022 | 9:48 AM

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે 9 મેની તારીખની ચર્ચાએ જોર પકડ્યું છે. આ એ જ દિવસ છે જ્યારે રશિયા તેનો વિજય દિવસ ઉજવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ પહેલા કંઈક મોટું કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Russia Ukraine War : રશિયાના વિજય દિવસ પહેલા પુતિન યુક્રેનમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં, જાણો પુતિનના પ્લાન વિશે
President vladimir putin (File Photo)

Follow us on

રશિયા અને યુક્રેન (Russia Ukraine War)  વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઘટવાને બદલે વધુ તીવ્ર બની રહ્યુ છે. ઓર્ગેનાઈઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન યુરોપ (OSCE) ના રાજદૂત માઈકલ કાર્પેન્ટરે ચેતવણી આપી છે કે મધ્ય મે સુધીમાં રશિયા પૂર્વ યુક્રેનના બે પ્રદેશો પર કબજો કરી લેશે. રશિયા લુહાન્સ્ક અને ડોનેત્સ્ક (Russia in Eastern Ukraine) કબજે કરવા અને ત્યાં ચૂંટણી યોજવા માંગે છે. આ પછી રશિયા દક્ષિણ યુક્રેનના ખેરસનમાં પણ બહુમતી સંગ્રહ કરશે. રશિયા આ યોજનાને 9 મે પહેલા અમલમાં મૂકી શકે છે. પરંતુ તેણે આ માટે 9મી મેની પસંદગી કેમ કરી તેને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે.

9 મે ની ચર્ચાએ વેગ પકડ્યો

દર વર્ષની જેમ 9 મેના રોજ રશિયા મોસ્કોમાં (Mosco) વિજય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે, પરંતુ આ વખતે વાત અલગ છે કારણ કે 6 દિવસ પહેલા પુતિન હાયપરએક્ટિવ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 9 મે પહેલા કંઈક મોટું કરી શકે છે. અમેરિકન ન્યૂઝ નેટવર્ક CNNનો દાવો છે કે રશિયા આવતા અઠવાડિયે યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરશે. તે હાલમાં તેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન ગણાવી રહ્યો છે. એક વરિષ્ઠ બ્રિટિશ સૈન્ય અધિકારીને ટાંકીને આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વેલેસે પણ ખુલાસો કર્યો છે કે રશિયા યુક્રેનમાં મોટી સંખ્યામાં સૈનિકો મોકલશે અને 9 મે એ તારીખ હશે જ્યારે રશિયા વિશ્વ સામે ઔપચારિક રીતે યુદ્ધની ઘોષણા કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઔપચારિક રીતે યુદ્ધની ઘોષણા કરી શકે છે

CNNના અહેવાલ મુજબ 9 મેના રોજ યુક્રેન પર યુદ્ધની ઔપચારિક ઘોષણા રશિયન સૈન્ય અને સામાન્ય રશિયનો વચ્ચે નવેસરથી યુદ્ધને ઉત્તેજિત કરી શકે છે. પુતિન ભયાવહ રશિયન સેનાને શક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ છે કે તેણે રશિયન સેનાના જનરલોને 9 મેની સમયમર્યાદા આપીને કરો અથવા મરોનો આદેશ આપ્યો છે. પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના (Volodymyr Zelensky)જન્મસ્થળ ક્રિવી રીહ શહેર પર પણ નજર રાખી રહ્યા છે. તે વિસ્તારને યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. જેની વસ્તી લગભગ 10 લાખ છે. એવું માનવામાં આવે છે કે જો રશિયા તેને કબજે કરી લે છે, તો 9 મેના રોજ રશિયા તેને પોતાની મોટી જીત સાબિત થશે.

Published On - 9:48 am, Wed, 4 May 22

Next Article