Bangladesh Violence: બાંગ્લાદેશમાં SC બહાર પ્રદર્શનકારીઓ હંગામો, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

|

Aug 10, 2024 | 6:32 PM

બાંગ્લાદેશમાં ફરી એકવાર પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વખતે તેઓએ દેશની સર્વોચ્ચ અદાલતનો ઘેરાવ કર્યો છે. હિંસક ટોળાએ અલ્ટીમેટમ આપ્યું છે કે ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન અને એપેલેટ ડિવિઝનના જજોએ રાજીનામું આપી દેવું જોઈએ. જે બાદ જજોએ પણ રાજીનામું આપી દીધું હતું.

Bangladesh Violence: બાંગ્લાદેશમાં SC બહાર પ્રદર્શનકારીઓ હંગામો, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું
Image Credit source: Social Media

Follow us on

પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક ટોળાં થોડાં શાંત થયાં છે પણ હિંસા હજી પૂરી થઈ નથી. તે દરમિયાન, વિરોધીઓએ વધુ એક અલ્ટીમેટમ આપ્યું છે. શનિવારે સેંકડો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. ટોળાએ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ તેમણે રાજીનામું પણ આપી દીધું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિરોધીઓએ ધમકી આપી હતી કે જો તેઓ સમયમર્યાદા પહેલા રાજીનામું નહીં આપે તો ન્યાયાધીશોના નિવાસસ્થાનોનો ઘેરાવ કરશે. રાજધાની ઢાકામાં પ્રદર્શન બાદ મુખ્ય ન્યાયાધીશ અને અપીલ વિભાગના અન્ય ન્યાયાધીશોએ પણ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

રમતગમત મંત્રાલયના સલાહકારે પોસ્ટ કર્યું હતું

આ પહેલા શુક્રવારે સવારે વચગાળાની સરકારના યુવા અને રમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે આને લગતી એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. આ પોસ્ટમાં આસિફે ચીફ જસ્ટિસના બિનશરતી રાજીનામાની અને ફુલ કોર્ટની બેઠક રોકવાની માંગ કરી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

 

 

વિરોધ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેઠક પણ મોકૂફ કરી દીધી છે. ખરેખર, કોર્ટનું કામ વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવશે કે નહીં તે નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ઓબેદુલ હસન શેખ હસીનાના વફાદાર માનવામાં આવતા હતા

ઓબેદુલ હસનને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે તેઓ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ખૂબ જ ખાસ હતા. આ દરમિયાન કાયદા સલાહકાર પ્રોફેસર આસિફ નઝરુલે કહ્યું કે ન્યાયતંત્રની ગરિમાની રક્ષા કરવા માટે ચીફ જસ્ટિસે પોતાનો નિર્ણય લેવો જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે ચીફ જસ્ટિસે વિદ્યાર્થીઓની માગનું સન્માન કરવું જોઈએ. આંદોલનકારી નેતાઓની ફરિયાદોનો ઉલ્લેખ કરતાં આસિફ નઝરુલે કહ્યું, મેં વિદ્યાર્થીઓની ફરિયાદો જોઈ છે. ચીફ જસ્ટિસે જે રીતે કોર્ટ મીટીંગ બોલાવી હતી તેનાથી એવું લાગી રહ્યું હતું કે તે હારેલા દળોના પક્ષ સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચો: Bangladesh Violence: બાંગ્લાદેશ-બંગાળ બોર્ડર પર સ્થિતિ ખરાબ, હજારો શરણાર્થીઓ આવ્યા આસામના સીએમ વ્યક્ત કરી ચિંતા

Published On - 5:52 pm, Sat, 10 August 24

Next Article