
International sex workers day: એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વભરમાં અંદાજે 42 મિલિયન લોકો દેહવેપાર (Prostitution) સાથે જોડાયેલા છે. દર વર્ષે 2જી જૂનને દેહવેપાર સાથે જોડાયેલા લોકો પોતાના અધિકારો માટે ઉજવણી કરે છે. ત્યારે જાણો દુનિયાના 10 મોટા દેશો, જેને દેહવેપારને માન્યતા આપી છે.
કેન્યા:
આફ્રિકન ખંડના આ દેશમાં દેહવેપાર ટુરિઝમ તરીકે મુસાફરી કરવી પ્રમાણમાં સરળ છે. આ દેશ તેના અદ્ભુત વન્યજીવન માટે જાણીતું છે. કેન્યા આફ્રિકન ખંડમાં સૌથી મોટા લૈંગિક પ્રવાસન ઉદ્યોગોમાંનું એક બની ગયું છે.
કોલંબિયાઃ
ઘણા લોકો કોલંબિયાની મહિલાઓને દુનિયાની સૌથી સુંદર માને છે. આ માન્યતાને લઇને જ દેશમાં દેહવેપાર- ટુરિઝમના વિકાસને જન્મ આપ્યો છે. કોલંબિયામાં દેહવેપાર કાયદેસર છે. જોકે, સરકાર કેટલાક વિસ્તારોમાં તેને અંકુશમાં લેવાના પ્રયાસો કરી રહી છે.
નેધરલેન્ડઃ
તે વિશ્વના સૌથી લોકપ્રિય દેહવેપારના ટુરિઝમ ડેસ્ટિનેશનમાંનું એક માનવામાં આવે છે. અહીં વેશ્યાવૃત્તિ કાયદેસર છે. અહીં એમ્સ્ટરડેમ, ડી વોલેન છે, જે શહેરનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત રેડ-લાઇટ ડિસ્ટ્રિક્ટ (RLD) છે, જે ક્યુબિકલ દેહવેપાર (શૌચાલયમાં શારીરિક સંબંધ) માટે જાણીતો છે, જે આંતરરાષ્ટ્રીય લૈંગિક પ્રવાસન માટે લોકપ્રિય સ્થળ છે.
જર્મની :
વેશ્યાવૃત્તિ અહીં ખુલ્લેઆમ, એટલે કે શેરીમાં પણ કાયદેસર છે. અહીં વેશ્યાવૃત્તિ વ્યાપક અને ખૂબ જ સંગઠિત છે. જર્મનીમાં 1200 એડીથી સંગઠિત વેશ્યાવૃત્તિનો ઇતિહાસ છે. અહીં ઘણા લોકો સ્વેચ્છાએ વેશ્યાવૃત્તિમાં જોડાય છે.
ડોમિનિકન રિપબ્લિક:
ડોમિનિકન રિપબ્લિકમાં કાનૂની વેશ્યાલયો છે, મુખ્યત્વે સાન્ટો ડોમિંગો અને પ્યુર્ટો પ્લાટાના ડાઉનટાઉન વિસ્તારોમાં. મેરેજ પાર્લર અને વેશ્યાઓને શેરીઓમાં મુક્તપણે ફરતા જોવું એ આશ્ચર્યજનક નથી. દેહવેપાર સાથે જોડાયેલ લોકોની સંખ્યાની વાત કરીએ તો આ દેશ દુનિયામાં ચોથા નંબર પર છે.
ફિલિપાઇન્સ:
વેપારની દ્રષ્ટિએ તે એક સમૃદ્ધ દેશ છે. આ ઉદ્યોગ સાથે સ્થાનિક સ્તરે 800,000 થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સંકળાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશ દેહવેપારના ટુરિઝમ તરીકે ઉભરી આવ્યો છે.
બ્રાઝિલઃ
અહીં વેશ્યાવૃત્તિ કાયદેસર છે. પરંતુ વેશ્યાગૃહો ચલાવવી અથવા દેહવેપારના વર્કર્સને કામે રાખવા ગેરકાયદેસર છે. છતાં અહીં ડઝનબંધ વેશ્યાલયો ચાલે છે.
થાઈલેન્ડ:
આ એશિયામાં સૌથી વધુ માંગવામાં આવતું સ્થળ છે અને પોકેટ ફ્રેન્ડલી પણ છે. અહીં વેશ્યાવૃત્તિ કાયદેસર છે અને અહીં લગભગ 30 લાખ લોકો આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.
સ્પેન:
મેડ્રિડ, ઇબિઝા અને બાર્સેલોના જેવા પ્રખ્યાત સ્થળોએ વાઇબ્રન્ટ ક્લબ અને બાર લોકપ્રિય દેહવેપારના ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયા છે. શહેરોમાં ઘણા રેડ લાઈટ વિસ્તારો છે.
મલેશિયા:
મલેશિયામાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર હોવા છતાં, ખાસ કરીને પેનાંગ, કુઆલાલંપુર અને ઇપોહ જેવા શહેરોમાં માંગ વધુ છે. મોટાભાગની દેહવેપારના વર્કરોની તસ્કરી પડોશી દેશો જેવા કે ચીન અને થાઈલેન્ડમાંથી થાય છે.
Published On - 12:11 pm, Thu, 2 June 22