Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine Crisis)બે અઠવાડિયા થઈ ગયા છે. હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુક્રેન (Ukraine) સામેના તેના અભિયાનને વધુ તીવ્ર બનાવતા, રશિયાએ મેરીયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે.
સાથે જ યુક્રેન પણ રશિયા સામે ઝૂકવાના મૂડમાં નથી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને (Russian property )વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આ કાયદો યુક્રેનની સંસદે 3 માર્ચે પસાર કર્યો હતો. યુક્રેન માત્ર રશિયા વિરુદ્ધ કડક પગલાં નથી લઈ રહ્યું, પરંતુ અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશો પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ દરમિયાન રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે જો પશ્ચિમી દેશો રશિયાની મુશ્કેલીઓમાં વધારો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક ખાતરની કિંમતો વધુ વધી શકે છે.
President Zelenskyy signs law allowing seizure of Russian property in Ukraine. It allows Ukraine to confiscate property that belongs to Russian Federation or its residents without any compensation. The parliament passed it on March 3: Ukraine’s The Kyiv Independent
(File pic) pic.twitter.com/I2Qp6UhIdQ
— ANI (@ANI) March 10, 2022
પુતિને કહ્યું કે રશિયા અને બેલારુસ વિશ્વના બજારોમાં ખાતરોના સૌથી મોટા સપ્લાયર્સમાં સામેલ છે. જો પશ્ચિમી દેશો સમસ્યાઓ ચાલુ રાખશે, તો પહેલેથી જ વધી રહેલા ખાતરના ભાવ વધુ વધશે. તમને જણાવી દઈએ કે,રશિયા વાર્ષિક 50 મિલિયન ટન ખાતરનું ઉત્પાદન કરે છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના લગભગ 13 ટકા છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેઓ માને છે કે પશ્ચિમી દેશો ભાવ વધારા માટે રશિયાને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. TASS સમાચાર એજન્સીએ પુતિનને ટાંકીને કહ્યું કે EU દેશોમાં કિંમતો વધી રહી છે, પરંતુ અમારી ભૂલથી નહીં. આ તેમની પોતાની ભૂલનું પરિણામ છે. આ માટે અમને દોષ ન આપવો જોઈએ.
આ પણ વાંચો : Russia Ukraine war: બ્રિટન મોકલશે યુક્રેનને હથિયારની સહાય, રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ