
થાઈલેન્ડ અને કંબોડિયાના સંબંધોમાં હાલના દિવસોમાં ફરી તણાવ ચાલી રહ્યો છે. તણાવનું કારણ એક મંદિર છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવનું કારણ સદીઓ જુનુ એક પ્રાચીન શિવ મંદિર છે. 1962 માં મંદિરના વિવાદને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ પણ હસ્તક્ષેપ કર્યો તેમ છતા આ મુદ્દો હજુ ઉકેલાયો નથી. આ મંદિર પર બંને દેશો દાવો કરી રહ્યા છે અને તેને લઈને હાલમાં જ બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. 28 મે એ થાઈલેન્ડ અને કંબોડિયાની વિવાદી સરહદ પર હિંસક ઝડપ થઈ હતી. અને તેમા કંબોડિયાના એક સૈનિકનું મોત થઈ ગયુ છે. આ મંદિર પ્રીહ વિહિયર એટલે કે પ્રાચીન શિવ મંદિર છે. તેને થાઈ ભાષામાં ફ્રા વિહાન કહેવામાં આવે છે. વણસી ગયા બંને દેશોના સંબંધો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે 800 કિલોમીટર લાંબી સીમા છે. વિદ્રાનોનું માનવુ છે કે પહેલા સિયામી (થાઈલેન્ડના લોકો) અને ખમેર (કંબોડિયાના લોકો) વચ્ચે વેપાર, લગ્ન સંબંધો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતુ હતુ અને સુમેળભર્યા મધુર સંબંધો હતા પરંતુ...