Pravasi Gujarati Parv 2022 : ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે છે -જોડી મેકે

|

Oct 16, 2022 | 5:42 PM

અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ-2022નો રવિવારે બીજો દિવસ છે. જેમાં ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ સાઉથ વેલ્સમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા જોડી મેકે અને યુકેમાં ડેપ્યુટી હાઈ કમિશનર પેટર કૂક ઉપસ્થિત રહ્યા.

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે છે -જોડી મેકે
Pravasi Gujarati Parv 2022
Image Credit source: TV9 Digital

Follow us on

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) ગઈકાલે શરૂઆત થઈ. કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થયો હતો. અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ-2022નો આજે રવિવારે બીજો દિવસ છે.

આ મંચના માધ્યમથી આજે બીજા દિવસે દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આજે બીજા દિવસના પ્રવાસી ગુજરાતી પર્વ કાર્યક્રમની શરૂઆત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ સાઉથ વેલ્સમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા જોડી મેકે અને યુકેમાં ડેપ્યુટી હાઈ કમિશનર પેટર કૂક ઉપસ્થિત રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે -જોડી મેકે

ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ સાઉથ વેલ્સમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા જોડી મેકેએ કહ્યું કે, ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે છે. આ સાથે તેણે વડાપ્રધાન મોદીના પણ વખાણ કર્યા. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન સંસદમાં સાડી પહેરનાર તેઓ પ્રથમ મહિલા હતા. તો મહિલાઓને સશક્ત બનાવવા માટે તેઓએ પ્રેરણારૂપ કામગીરી કરી છે.

UK અને ઓસ્ટ્રોલિયામાં સ્ટોર કલ્ચર એ ભારતની દેન – પીટર કૂક

પોતાના સંબોધનમાં UK ના ડેપ્યૂટી કમિશ્નર પીટર કૂકે કહ્યું કે, હું પણ એંગ્લો ઈન્ડિયન છુ, મારો બંગાળના કોલકતામાં જન્મ થયો હતો. તેમણે અહીંની સંસ્કૃતિની પ્રશંશા કરતા કહ્યું કે, UK અને ઓસ્ટ્રોલિયામાં સ્ટોર કલ્ચર એ પણ ભારતની દેન છે.

Published On - 2:56 pm, Sun, 16 October 22

Next Article