પાકિસ્તાનથી દુનિયાને ખતરો !! કંગાળ દેશ પરમાણુ હથિયારો વેચવાની પેરવી કરી શકે છે, અમેરિકા-ભારત-યુરોપિયન દેશોમાં ચિંતા

|

Feb 20, 2023 | 12:01 PM

કંગાળના આરે ઉભેલા પાકિસ્તાનમાં રહેલી સ્થિતિથી વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. જેનું કારણ છેકે Pakistan આર્થિક કટોકટીમાંથી ઉગરવા માટે પોતાની પાસે રહેલા પરમાણું હથિયારો અને પરમાણું બોંબ વેચવાની પેરવી કરી શકે છે.

પાકિસ્તાનથી દુનિયાને ખતરો !! કંગાળ દેશ પરમાણુ હથિયારો વેચવાની પેરવી કરી શકે છે, અમેરિકા-ભારત-યુરોપિયન દેશોમાં ચિંતા
પાકિસ્તાનથી દુનિયાને ખતરો ( સાંકેતિક ઇમેજ)

Follow us on

હાલમાં પાકિસ્તાનમાં આર્થિક કટોકટી ચરમસીમા પર પહોંચી છે. ત્યારે પાકિસ્તાન પોતાની સ્થિતિ સુધારવા વિશ્વ માટે જોખમી પગલું ઉઠાવી શકે છે. પાકિસ્તાન આર્થિક સ્થિતિમાંથી બહાર આવવા ગમે તેવા પેંતરા અજમાવી શકે છે. જેમાં પાકિસ્તાન પાસે રહેલા પરમાણું હથિયારો અને પરમાણું બોંબ વેચવાની આશંકાઓ સેવાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ડિફોલ્ટર હોવાના કારણે હાલ પાકિસ્તાનને લઇને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. જેનું કારણ છે પરમાણું બોંબ. આ મામલે હાલ તો બે પ્રકારની આશંકા સેવવામાં આવી રહી છે. 1) નોંધનીય છેકે પાકિસ્તાનના સામાજિક કાર્યકર્તા અહમદ અયૂબ મિર્ઝાનું કહેવું છેકે પાકિસ્તાનની આખરી ચાલ પરમાણું હથિયાર વેચવાની હશે. જેનાથી આર્થિક કટોકટીમાં પૈસા મેળવી શકાય. 2)જો પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ વકરે તો પરમાણું હથિયારો આતંકીઓના હાથમાં જવાની પણ સંભાવનાઓ સેવાઇ રહી છે. અને, આતંકવાદીઓના હાથમાં હથિયારો જવાથી ભારત, અમેરિકા અને બાકીના યુરોપિયન દેશો માટે જોખમ ઉભું થઇ શકે છે.

વિશ્વને પાકિસ્તાન તરફથી જોખમનો અંદેશો 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

નોંધનીય છેકે આવા જ બધા જોખમોની આશંકાને પગલે ઇન્ટરનેશનલ એટમિક રિસર્ચ એજન્સીના પ્રમુખ રાફેલ મારિયાનો ગ્રોસી પાકિસ્તાન મુલાકાતે આવ્યા છે. તેમની સાથે આઇએઇએનું એક પ્રતિનિધીમંડળ પણ સામેલ છે. વર્ષ 2022માં અમેરિકાના રાષ્ટ્રપ્રમખ જો બાયડેન  કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયા માટે સૌથી ખતરનાક દેશ છે. કારણ કે પાકિસ્તાન પાસે નિયંત્રણ વગરના પરમાણું હથિયારો અને પરમાણું બોંબ છે.

તમામ મિત્ર દેશોએ મદદ કરવાનો ઇન્કાર કર્યો

અત્રે એ વાત કહેવી રહી કે હાલ પાકિસ્તાનની સ્થિતિને લઇને દુનિયાભરના તમામ દેશોએ પાક સાથે છેડો ફાડી નાખ્યો છે. પાકિસ્તાન પર જે કુલ વિદેશી ઋણ છે. તેમાંથી 30 ટકા એકલા ચીનનું છે. ચીને પણ હવે કોઇપણ પ્રકારની મદદ કરવાનો પાકિસ્તાનને ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના બીજી હિતેચ્છુ આરબ દેશો પણ મદદ કરીને હવે થાકી ગયા છે.

પાકિસ્તાન પાસે વિદેશી હુંડિયામણ ખત્મ થવાના આરે

પાકિસ્તાન પાસે હાલ વિદેશી હુંડિયામણ માત્ર 3 અબજ ડોલર એટલે કે 25 હજાર કરોડ જ બચ્યા છે. જે લગભગ બેથી 3 અઠવાડિયા સુધી જ આયાત બિલ ચુકવી શકે તેમ છે. આવી સ્થિતિમાં એવા પણ એહવાલો છેકે પાકિસ્તાન વોશિગ્ટનમાં રહેલા દુતાવાસને વેચવાની તૈયારીમાં છે. જેથી કરીને થોડા રૂપિયા મેળવી શકાય.

Next Article