ક્યારેક તેમણે લોકડાઉનના નિયમો તોડ્યા તો ક્યારેક ટ્રાફિકના નિયમોની અવગણના કરી અને હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કૂતરાઓને ચલાવવાના નિયમો તોડીને મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ ઋષિ સુનકે રોયલ પાર્કમાં પોતાના કૂતરાને પટ્ટો બાંધ્યા વગર ફર્યા, જે બ્રિટનના નિયમોની વિરુદ્ધ છે. આ પાર્કમાં વન્યજીવોને સાથે લઈને ફરવા માટે સાંકળથી બાંધી રાખવાનો કડક નિયમ છે. સામાન્ય માણસ હોય કે વડાપ્રધાન, પાર્કમાં દરેક માટે નિયમો સમાન હોય છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઋષિ સુનક અને તેમના પરિવારના સભ્યો સેન્ટ્રલ લંડનના રોયલ પાર્કમાં કૂતરા સાથે ફરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે પીએમ સુનક તેમના કૂતરાને પટો બાધ્યાં વગર ચલાવતા જોવા મળ્યા હતા.
અહેવાલો અનુસાર, જ્યારે મેટ્રોપોલિટન પોલીસ રોયલ પાર્ક પહોંચી તો પીએમ સુનકના નોવા નામનો કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો. પોલીસે બાદમાં ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે સમયે હાજર એક અધિકારીએ પીએમ સુનક અને તેમના પરિવાર સાથે વાત કરી અને તેમને નિયમોનું પાલન કરવાનું કહ્યું, પછી કૂતરાને પાંજરે પુરી દીધો.”
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ ઋષિ સુનક માટે નિયમોની અવગણના કરવી નવી વાત નથી. આ પહેલા પણ તેઓ ઘણી વખત નિયમો તોડી ચૂક્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેની કારમાં સીટ બેલ્ટ ના પહેરવા બદલ તેમને £100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગયા વર્ષની શરૂઆતમાં, ડાઉનિંગ સ્ટ્રીટમાં જોન્સનના જન્મદિવસની ઉજવણીમાં, પીએમ સુનક પર કોવિડ લોકડાઉન નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. આ માટે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.