POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

POK સળગી રહ્યુ છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં હાલ પાકિસ્તાની સેના અને લોકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલત એટલી હદ્દે બદ્દતર બની ગઈ છે કે પાકિસ્તાની સેનાએ વિરોધ કરી રહેલા પીઓકેના લોકો પર ગોળીઓ અંધ વરસાવી જેમા 27 લોકોના મોત થયા છે. દાવો કરાઈ રહ્યો છે કે મૃતકોમાં 19 બાળકો અને 7 સગર્ભા મહિલા પણ સામેલ છે. આ એ જ પાકિસ્તાન છે જે ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી કરીને શાંતિદૂત બનવાનો ઢોંગ કરી રહ્યો હતુ અને આજે મુનીરની જ સેનાએ સમગ્ર પીઓકે, ગિલકિટ બાલ્ટીસ્તાનમાં એવી મારધાડ મચાવી છે જેણે બર્બરતા, ક્રુરતાની તમામ હદો પાર કરી દીધી છે.

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?
| Updated on: Aug 06, 2026 | 4:12 PM

પીઓકેમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વીજળી સંકટ, સતત  વધતી મોંઘવારી, બેરોજગારી, સરકારની પક્ષપાતી નીતિને કારણે સરકારની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. પરંતુ સ્થિતિ ત્યારે વધુ વણસી ગઈ જ્યારે જોઈન્ટ આવામી એક્શન કમિટીના એક કાર્યકર્તાનું પોલીસ ફાયરીંગમાં મોત થઈ ગયુ, ત્યારબાદ હજારો પ્રદર્શનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઉભી થઈ.  પીઓકે માં પાકિસ્તાની સેનાની બર્બરતાને કારણે સમગ્ર રાવલકોટ વિસ્તાર રણભૂમિ બની ગયો છે. પ્રદર્શનકર્તાઓ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવીને પાકિસ્તાની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની પોલીસ, રેન્જર્સ અને સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. ઈન્ટરનેટ અને ફોન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જેથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા અત્યાચારનો કોઈ વીડિયો વાયરલ ન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને કોઈ જવાબ ન દેવા પડે. શોકસભામાં સામેલ થયેલા હજારો લોકો પર મુનીરની સેનાએ ગોળીઓ વરસાવી POK ના લોકોનુ સ્પષ્ટ કહેવુ છે કે આસીમ મુનીર જ એ દહેશતગર્દ (સીતમગાર) છે જે પીઓકેના લોકોનું દમન કરી...

Published On - 8:46 pm, Wed, 10 June 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.