PM Modi Egypt Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇજિપ્તમાં છે. ઇજિપ્તની આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત છે. શનિવારે, તેઓ તેમના સમકક્ષ મુસ્તફા મદબૌલી સહિત ઇજિપ્તના ટોચના કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા. આ દરમિયાન વેપાર અને રોકાણ, નવીકરણ ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન, આઈટી, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફાર્મા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સિવાય પીએમ મોદીએ ભારત-ઈજિપ્ત સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આ સિવાય તેમણે વેપાર ભાગીદારીની મજબૂતાઈ વિશે પણ ચર્ચા કરી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પીએમ મોદીને અહીં આવવા આમંત્રણ આપ્યું હતું. 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. હકીકતમાં, 74માં ગણતંત્ર દિવસના અવસર પર ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.
The setting up of the India Unit in @CabinetEgy indicates the priority given to India-Egypt ties. Today in Cairo, I met this Unit. PM Mostafa Madbouly and other esteemed Ministers were present in the meeting. pic.twitter.com/5qAEHJydHg
— Narendra Modi (@narendramodi) June 24, 2023
પીએમ મોદીની ઈજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ સાથે મુલાકાત
પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ ઈજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામ સાથે મુલાકાત કરી. આ સિવાય તેઓ પ્રવાસી ભારતીય અને બોહરા સમુદાયના સભ્યોને પણ મળ્યા હતા. ભારતમાં બોહરા સમુદાયના મૂળ વાસ્તવમાં ફાતિમા વંશના છે અને તેઓએ 1970 ના દાયકાથી મસ્જિદનું નવીનીકરણ કર્યું છે. આ પહેલા પીએમ મોદીનું ઇજિપ્ત પહોંચતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Honoured to have met the Grand Mufti of Egypt, His Eminence Prof. Shawky Ibrahim Allam. Had enriching discussions on India-Egypt ties, notably cultural and people-to-people linkages. pic.twitter.com/GMx4FCx2E0
— Narendra Modi (@narendramodi) June 24, 2023
વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
વડાપ્રધાન મુસ્તફા ખુદ પીએમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને ઇજિપ્તે આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરી છે. પીએમ મોદીની આ મુલાકાત ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ અલ-સીસીને મળશે
ભારતની તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ અલ-સીસીએ ભારત-ઇજિપ્ત સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ અલ-સીસીને મળશે. આ સિવાય તેઓ હેલિયોપોલિસ મેમોરિયલની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ હકીમ મસ્જિદ જશે. આ સિવાય તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો