PM Modi in America: વ્હાઈટ હાઉસમાં PM મોદીનું ગરબા દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Modi In USA: વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં દેશ -વિદેશની મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. સ્ટેટ ડિનર દરમિયાન વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપતા કહ્યું કે શાનદાર આયોજન માટે જો બાઈડનનો આભાર વ્યક્ત કર્યો.

PM Modi in America: વ્હાઈટ હાઉસમાં PM મોદીનું ગરબા દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ VIDEO
| Edited By: | Updated on: Jun 23, 2023 | 7:46 AM

PM Modi in America: વડાપ્રધાન મોદી (PM Modi) હાલમાં તેમના અમેરિકાના (America) પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઈડન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ગરબાને પણ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં દેશ -વિદેશની મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. સ્ટેટ ડિનર દરમિયાન વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપતા કહ્યું કે શાનદાર આયોજન માટે જો બાઈડનનો આભાર વ્યક્ત કર્યો અને તેમનો પ્રવાસ સફળ બનાવવા માટે જિલ બાઈડનનો પણ આભાર માન્યો.

ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વડાપ્રધાન મોદીના ખાસ સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને દર્શાવતી પરંપરાગત ગરબાનું આયોજન કર્યુ હતું.

(Credit- Gujarat Information) 

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બુધવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા અને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું તેમણે નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં UNના અધિકારીઓ, રાજદ્વારીઓ અને અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જીલ બાઈડનના આમંત્રણ પર 21થી 24 જૂન સુધી યુએસની મુલાકાતે છે.

આ પણ વાંચો: PM Modi US Congress Video: અમેરિકન સંસદમાં ‘મોદી-મોદી’ની ગૂંજ, કહ્યું – AI એટલે અમેરિકા અને ઈન્ડિયા !

સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી

(Credit- ANI)

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ડિનરમાં રહ્યા હાજર 

(Credit- ANI)

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો