PM MODI IN AMERICA : પીએમ મોદીનો ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા અમેરિકન સાંસદોમાં રીતસરની પડાપડી થઇ

|

Jun 23, 2023 | 1:25 PM

PM MODI IN AMERICA : ભારતના વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા અને ઓટોગ્રાફ લેવા અમેરિકન સાંસદોમાં જાણે કે હોડ જામી હતી. અને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન સાંસદોએ ઓટોગ્રાફ લેવા માટે ઘેરી લીધા હતા.

PM MODI IN AMERICA : પીએમ મોદીનો ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા અમેરિકન સાંસદોમાં રીતસરની પડાપડી થઇ
પીએમ મોદીની અમેરિકામાં લોકપ્રિયતામાં વધારો
Image Credit source: TV9 Digital Gfx

Follow us on

PM MODI IN AMERICA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં સતત વધી રહી છે. જેનો જીવતો જાગતો દાખલો અમેરિકામાં જોવા મળ્યો છે. હાલમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીની એક નજર મેળવવા માટે લોકોની ભીડ ઉમટતી જોવા મળી છે. પીએમ મોદીની લોકપ્રિયતા એટલી બધી જોવા મળી કે લોકો મોદીની ઝલક નિહાળવા રસ્તા પર ઉમટી પડયા હતા. અમેરિકન લોકો અને ભારતીયોમાં પીએમની લોકપ્રિયતા તો જોવા મળી હતી, સાથે સાથે અમેરિકન સાંસદોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પીએમ મોદીની ઝલક મેળવવા સાંસદોની હોડ જામી

ભારતના વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા અને ઓટોગ્રાફ લેવા અમેરિકન સાંસદોમાં જાણે કે હોડ જામી હતી. અને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન સાંસદોએ ઓટોગ્રાફ લેવા માટે ઘેરી લીધા હતા. આ દરમિયાન વડાપ્રધાને પણ સાંસદોને નિરાશ કર્યા ન હતા. અને, અમેરિકન સાંસદોને પીએમ મોદીએ ખુબી જ ખુશીથી ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ તમામ દ્રશ્યો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આવા ફોટોગ્રાફ્સ જોઇને દરેક ભારતીયો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી

સંયુક્ત સત્રને સંબોધન દરમિયાન યુએસ કોંગ્રેસના કેટલાક સભ્યો વડા પ્રધાન મોદીને મળ્યા હતા. તેની સાથે ઓટોગ્રાફ અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ તેમના સંબોધન બાદ પીએમ મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થીની સંયુક્ત સત્રની એડ્રેસ બુક પર હસ્તાક્ષર કર્યા.

આ પણ વાંચો : PM Shehbaz Sharif: પીએમ શરીફે મહિલા પાસેથી છત્રી લીધી, તેને વરસાદમાં એકલી છોડી દીધી, લોકોએ કહ્યું- પાકિસ્તાનને શરમ આવે છે

પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ઓટોગ્રાફ લેવા સ્પર્ધા જામી

અમેરિકા અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ એલોન મસ્કે કહ્યું હતું કે હું પીએમ મોદીનો પ્રશંસક છું. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકાના ટોચના સીઈઓને પણ મળ્યા હતા. નોંધનીય છેકે માત્ર ઓલોન મસ્ક જ નહીં, પરંતુ અમેરિકામાં પીએમ મોદીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. પીએમ મોદી સાથે ફોટોગ્રાફ્સ લેવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે અમેરિકામાં જોવા મળેલી ભીડ કોઈ રાજકારણી નહીં પણ રોકસ્ટાર જેવી લાગી રહી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:40 am, Fri, 23 June 23

Next Article