Britain update : પોલીસકર્મીઓ સાથે લડાઈ…સ્ટેશનોને આગ લગાડી, બ્રિટનના અનેક શહેરોમાં હિંસા કેમ ફાટી નીકળી?

|

Aug 04, 2024 | 11:38 AM

બ્રિટનમાં એક સપ્તાહ પહેલા એક સગીર છોકરાએ ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં 3 બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ બ્રિટનના લોકોમાં હિંસા ફાટી નીકળી હતી અને લોકોએ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે આ વિરોધ એટલો વધી ગયો છે કે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Britain update : પોલીસકર્મીઓ સાથે લડાઈ…સ્ટેશનોને આગ લગાડી, બ્રિટનના અનેક શહેરોમાં હિંસા કેમ ફાટી નીકળી?
Violence in Britain

Follow us on

Violence in Britain : બ્રિટનમાં તાજેતરમાં બાળકો પર થયેલા હુમલા બાદ 3 ઓગસ્ટ શનિવારના રોજ હિંસા ફાટી નીકળી હતી. લોકો પોલીસ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમનો વિરોધ કરવા લાગ્યા હતા. આ તોફાનો એટલો ભડકી ગયો કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ પ્રદર્શનમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજા થયાના સમાચાર છે.

વધુ હિંસા બ્રિટનના સાઉથપોર્ટમાં જોવા મળી રહી છે

બ્રિટનના 15 શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાંથી સૌથી વધુ હિંસા બ્રિટનના સાઉથપોર્ટમાં જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા એક 17 વર્ષના છોકરાએ ત્રણ બાળકોને છરીના ઘા મારીને મારી નાખ્યા હતા. આ મામલો ત્યારે વેગ પકડ્યો જ્યારે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાઈ કે આરોપી ઈસ્લામિક જેહાદી જૂથ સાથે સંબંધિત છે.

લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સાઉથ પોર્ટના સુંદરલેન્ડમાં આ બાબતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા વિરોધીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે.

નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

ત્રણેયની હત્યાનો વિરોધ કરતી વખતે લોકો બ્રિટિશ ધ્વજ સાથે રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ આ વિરોધ કરતા લોકોને આગળ વધતા રોકી રહી હતી ત્યારે ભીડમાં વધુ ગુસ્સો ભભુકી ઉઠ્યો હતો, ત્યારબાદ પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

મારામારી દરમિયાન 3 પોલીસ ઈજાગ્રસ્ત

આ પછી હિંસા ઘણી વધી ગઈ અને પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો, ઘણા લોકોએ વાહનોને આગ ચાંપી અને ઘણાએ વાહનો પલટી મારીને તેની ઉપર ઉભા રહીને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા.

આટલું જ નહીં ગુસ્સે થયેલા દેખાવકારોએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી અને સ્ટેશનને આગ ચાંપી દીધી. આ બધા દરમિયાન 3 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે દરમિયાન 8 પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

બ્રિટનમાં શા માટે થઈ રહ્યા છે પ્રદર્શન?

આ મામલો એક અઠવાડિયા પહેલા શરૂ થયો હતો. જ્યારે 29 જુલાઈએ બ્રિટનમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં 17 વર્ષના છોકરાએ લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન 3 બાળકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં માર્યા ગયેલા બાળકોમાં લિસ ડીસિલ્વા અગુઆર (9 વર્ષ), એલ્સી ડોટ સ્ટેનકોમ્બ (7 વર્ષ) અને બેબે કિંગ (6 વર્ષ)નો સમાવેશ થાય છે. આ સમાચારને લઈને સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાઈ ગઈ કે આરોપી ઈસ્લામિક જેહાદી જૂથ સાથે સંબંધિત છે. ત્યારબાદ લોકોએ ઘટના સ્થળની નજીકની મસ્જિદની બહાર વિરોધ કરવાનું શરૂ કર્યું, જે ધીમે-ધીમે હિંસક બન્યું.

પોલીસ આવા હુમલા પાછળનો હેતુ શોધી શકી નથી

સાઉથપોર્ટની આ ખરાબ સ્થિતિ બાદ ત્યાંની સ્થિતિ ઘણી ગંભીર છે. સરકાર તરફથી શાંતિ જાળવવા સતત અપીલ કરવામાં આવી રહી છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટ્રોમરે શહેરોમાં થઈ રહેલા આવા હિંસક પ્રદર્શનોને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, દેશની શાંતિ વિરુદ્ધ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેનો ટૂંક સમયમાં પર્દાફાશ થશે.

ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી. તેઓએ જણાવ્યું કે આરોપીની ઓળખ 17 વર્ષીય રૂડાકુબાના તરીકે થઈ છે. જે કાર્ડિફ, વેલ્સનો રહેવાસી છે. જો કે પોલીસ હજુ સુધી આવા હુમલા પાછળનો હેતુ શોધી શકી નથી.

Next Article