Pig Heart Transplant: વિશ્વમાં પ્રથમ વખત અમેરિકામાં ડુક્કરનું હૃદય માણસના શરીરમાં ધબકશે

|

Jan 11, 2022 | 2:15 PM

યુ.એસની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે જણાવ્યું હતું કે ગયા શુક્રવારે સર્જનોએ ડુક્કરનું હૃદય કાઢી નાખ્યું હતું અને સફળતાપૂર્વક તેને માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. મેડિકલ ક્ષેત્રે તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Pig Heart Transplant: વિશ્વમાં પ્રથમ વખત અમેરિકામાં ડુક્કરનું હૃદય માણસના શરીરમાં ધબકશે

Follow us on

અમેરિકામાં 57 વર્ષના દર્દીના શરીરમાં ડુક્કરનું હાર્ટ ધબકશે, 7 કલાક સુધી ચાલી હતી સર્જરી

Pig Heart Transplant: અમેરિકામાં સર્જન ડોક્ટરોએ મોટી સફળતા મેળવી છે. ડુક્કરનું હૃદય 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રક્રિયા શુક્રવારે કરવામાં આવી હતી. મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે આ જાણકારી આપી હતી.

આ મારી છેલ્લી ઈચ્છા છે: દર્દી

ડેવિડ બેનેટ નામના દર્દીની તબિયત ખરાબ હતી અને હવે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. મેરીલેન્ડના રહેવાસીએ સર્જરી પહેલા કહ્યું ‘મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, અથવા તો મૃત્યુ અથવા આ ટ્રાન્સપ્લાન્ટ. મારે જીવવું છે હું જાણું છું કે તે અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ આ મારી છેલ્લી ઈચ્છા છે. ઘણા મહિનાઓથી ડેવિડ હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી બેડ પર છે.

અંદાજે 1,10,000 અમેરિકનો અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ ઈમરજન્સી સર્જરી માટે પરવાનગી આપી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને સફળ બનાવનાર બાર્ટલી ગ્રિફિથે જણાવ્યું હતું કે, ‘તે અભૂતપૂર્વ સર્જરી હતી જેણે અમને અંગોની અછતની કટોકટીનો સામનો કરવા માટે એક પગલું આગળ વધાર્યું હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લગભગ 1,10,000 અમેરિકનો અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે 6,000થી વધુ દર્દીઓ અંગો શોધી શકે તે પહેલા મૃત્યુ પામે છે. અગાઉ 1984માં એક બબૂનનું હૃદય બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર 20 દિવસ જ જીવ્યું હતું.

ન્યૂયોર્કમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યુયોર્કના એનવાયયુ લેંગોન હેલ્થ સેન્ટરના કેટલાક સંશોધકોએ આવો જ પ્રયોગ કર્યો હતો. આમાં ડોકટરોએ અસ્થાયી રૂપે ડુક્કરની કિડની મૃત માનવના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.

ન્યુયોર્કમાં સંશોધન ટીમના પ્રયોગનું નેતૃત્વ કરનાર ડો.રોબર્ટ મોન્ટગોમેરી કહે છે કે મેરીલેન્ડમાં કરાયેલા ટ્રાન્સપ્લાન્ટે અમારા સંશોધનને આગલા સ્તર પર લઈ ગયા છે. આ એક મોટી સફળતા છે. હું પોતે જીનેટિકલી હાર્ટ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યો છું, આ સમાચાર જાણ્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત છું.

આ પણ વાંચો: Omicron Vaccine: માર્ચ સુધી તૈયાર થઈ શકે છે Pfizer ની ઓમીક્રોન રસી, જરૂરિયાત અંગે CEO અસ્પષ્ટ

આ પણ વાંચો: યુરોપિયન સંસદના પ્રમુખ ડેવિડ સાસોલીનું નિધન, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ઘણા સમયથી હતા બીમાર

Next Article