Pfizer vaccine : બાળકોમાં ફાઇઝર વેક્સિન પ્રભાવી, અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકમાં જલ્દી શરૂ થઇ શકે છે વેક્સિનેશન

|

Oct 23, 2021 | 9:05 AM

શુક્રવારે ફાઇઝરના (Pfizer ) અભ્યાસની વિગતો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ રસીની સલામતી અને અસરકારકતા અંગે ટૂંક સમયમાં તેની સમીક્ષા ઓનલાઈન પોસ્ટ કરશે.

Pfizer vaccine : બાળકોમાં ફાઇઝર વેક્સિન પ્રભાવી, અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકમાં જલ્દી શરૂ થઇ શકે છે વેક્સિનેશન
Corona Vaccine

Follow us on

કોરોના(Corona)  સામેનું હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન.(Corona Vaccine)  કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને બાળકોની રસીનું કામ પણ (vaccination in children) પુરજોશમાં ચાલી રહ્યું છે. અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની (Pfizer) કોરોના રસી (Corona Vaccine) 5 થી 11 વર્ષની વયના બાળકોમાં સલામત અને લગભગ 91 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. 

તાજેતરના અભ્યાસના આ આંકડા એવા સમયે બહાર પાડવામાં આવ્યા છે જ્યારે અમેરિકા આ વય જૂથના બાળકોને રસી આપવાનું શરૂ કરવાનું વિચારી રહ્યું છે. જો આ વેક્સિન નિયમનકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો બાળકોનું રસીકરણ નવેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક બાળકો ક્રિસમસ સુધીમાં ફૂલી વેક્સીનેટેડ પણ થઈ શકે છે. ફાઈઝરએ 2,268 બાળકો પર આ અભ્યાસ કર્યો હતો. તેમને રસીના બે હળવા ડોઝ અથવા પ્લેસબો ત્રણ અઠવાડિયાના અંતરાલ પર આપવામાં આવ્યા હતા. રસીની હલકો ડોઝ 91 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

શુક્રવારે બહાર પાડવામાં આવેલા ફાઇઝરના અભ્યાસની વિગતો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ રસીની સલામતી અને અસરકારકતા અંગે ટૂંક સમયમાં તેની સમીક્ષા ઓનલાઈન પોસ્ટ કરશે. FDA ના નિષ્ણાતો આગામી સપ્તાહે આ વિષય પર ખુલ્લી ચર્ચા કરશે. જો એજન્સીની મંજૂરી મળે તો રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) કોને રસી આપવી તે અંગે અંતિમ નિર્ણય લેશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

હાલમાં, Pfizerની વેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે. જો કે, બાળકોના ડોક્ટર અને માતાપિતા બાળકો માટે રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ તેમના બાળકોને શાળામાં મોકલતા પહેલા સંક્રમક ડેલ્ટા વેરિઅન્ટથી બચાવવા માંગે છે. અત્યાર સુધી, 25,000 થી વધુ બાળરોગ અને બાળકોના આરોગ્ય સંભાળ કામદારોએ રસીકરણને ટેકો આપ્યો છે.

અમેરિકામાં પાંચથી 11 વર્ષની વયના બાળકોની સંખ્યા લગભગ 2.8 કરોડ છે. બાઇડન વહીવટીતંત્રે પહેલાથી જ તેમના માટે પૂરતી માત્રામાં રસીના ડોઝ ખરીદી લીધા છે. બાળકોની રસીને અલગ ઓળખ માટે રસીની બોટલનું ઓરેન્જ ઢાંકણું રાખ્યું છે.

આ પણ વાંચો : US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

આ પણ વાંચો : શું Shahrukh Khanનો ડર સાચો પડી રહ્યો છે ! તેણે ક્હયુ હતુ ‘મારી પોપ્યુલારિટી જ મારા બાળકો માટે બનશે મુસિબત’

Published On - 9:05 am, Sat, 23 October 21

Next Article