USA જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, અમેરિકાના વિદેશ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય, જાણો

|

Jan 05, 2023 | 11:58 AM

ભારત સહિત વિશ્વભરના લોકોને યુનાઈટેડ સ્ટેટના વીઝા (US visa) માટે રાહ જોવી પડતી હોય છે, તો હવે તેમાં જલદી રાહત મળી શકે છે. વાસ્તવમાં અમેરિકન વિદેશ મંત્રાલયએ યુએસ વિઝા પ્રોસેસિંગ માટે રાહ જોવી ન પડે અને વહેલામાં વહેલી તકે વિઝા મળી જાય તે માટે કામગીરી કરી રહ્યું છે.

USA જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, અમેરિકાના વિદેશ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય, જાણો
People wishing to visit the US no longer have to wait for visa

Follow us on

અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે મોટા સમાચાર છે. ભારત સહિત વિશ્વભરના લોકોને યુનાઈટેડ સ્ટેટના વીઝા માટે રાહ જોવી પડતી હોય છે, તો હવે તેમાં જલ્દી રાહત મળી શકે છે. વાસ્તવમાં અમેરિકન વિદેશ મંત્રાલયએ યુએસ વિઝા પ્રોસેસિંગ માટે રાહ જોવી ન પડે અને વહેલામાં વહેલી તકે વિઝા મળી જાય તે માટે કામગીરી કરી રહ્યું છે. આ સાથે નોન-ઈમિગ્રન્ટ પેસેન્જરોને કાયદેસરની સુવિધા આપવા અંગે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

યુએસ વિઝા પ્રોસેસિંગ માટે હવે રાહ નઈ જોવી પડે

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતુ કે અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ એપોઈનમેન્ટ માટે હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે, જેના માટે શક્ય તેટલી ઝડપે રાહ જોવાના સમયમાં ઘટાડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે પત્રકાર પરિષદમાં કહ્યું હતુ કે “વિઝા પ્રક્રિયા બને તેટલી ઝડપી કરવાની કામગીરી થઈ રહી છે અને આવનારા સમયમાં મહામારીને પહોચી વળવાને ધ્યાનમાં રાખીને જ વિઝા પ્રક્રિયા શરુ કરવામાં આવશે”

યુએસએ 2022માં ભારતીયોને 1,25,000 સ્ટૂડેન્ટના આપ્યા

તેઓએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતુ કે અમે લગભગ 1,25,000 સ્ટૂડેન્ટ વિઝા જારી કર્યા છે. ત્યારે અત્યારે પણ ભારતથી અમેરિકા આવવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને વિઝા પ્રોસેશિંગ માટે રાહ જોવી પડી રહી છે, જે માટે શક્ય હોય તેટલી ઝડપથી ભારત અને સમગ્ર વિશ્વમાં વિઝા ઈન્ટરવ્યુ એપોઈનમેન્ટના રાહ જોવાના સમયમાં ઘટાડો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે નોન-ઈમિગ્રન્ટ પેસેન્જરોને કાયદેસરની સુવિધા આપવા અંગે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહામારીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે

ત્યારે આ અંગેના પ્રશ્નોના જવાબમાં પ્રાઈસે કહ્યું છે કે ચોક્કસ પણે તે લોકોની નિરાશાને સમજે છે જેમને લાંબો સમય રાહ જોવી પડે છે. ત્યારે વિઝા પ્રોસેસિંગની લાંબી પ્રક્રિયામાં અને તેમાં લાગતા સમયને ઘટાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રાષ્ટ્રની સુરતક્ષાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યુ હતુ.

યુ. એસની અર્થવ્યવસ્થા અને પ્રશાસનને ધ્યાનમાં રાખીને સમયસર વિઝા જારી કરવું જરુરી છે. તેમજ કોરોના મહામારી સંબંધિત પ્રતિબંધોને કારણે વિઝાની પ્રક્રિયામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું યુએસ મંત્રાલયે જણાવ્યુ હતું.

Next Article