‘ભારતમાં અનુસૂચિત જાતીના લોકોની સ્થિતિ ઘણી સારી’, UNHRCમાં સિંધના લોકોએ પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ

સિંધી ફાઉન્ડેશનના ડાયરેક્ટર મુઝફ્ફર તાલપુરે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અધિકારોની વાત કરે છે તો તે ગાયબ થઈ જાય છે અને ચિંતાજનક વાત એ છે કે અમને ઘણા સિંધી કાર્યકર્તાઓના મૃતદેહો મળ્યા છે, તેથી અત્યારે આ એક મોટો મુદ્દો છે. મોટા ભાગના યુવાન સિંધીઓ હવે ભયમાં જીવી રહ્યા છે. સમગ્ર સમાજ ભયમાં જીવી રહ્યો છે.

ભારતમાં અનુસૂચિત જાતીના લોકોની સ્થિતિ ઘણી સારી,  UNHRCમાં સિંધના લોકોએ પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ
| Edited By: | Updated on: Mar 25, 2023 | 3:35 PM

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 52માં સત્ર દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે. અહીં સિંધમાં પાકિસ્તાન સરકાર અને તેની સેનાના લોકો પર અત્યાચારની અનેક વાતો સામે આવી છે. સિંધી અમેરિકન માનવાધિકાર કાર્યકર્તા ફાતિમા ગુલે કહ્યું કે, સિંધીઓ આર્થિક સ્થિતિ, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને સિંધ પર પાકિસ્તાનનું ધ્યાન નથી રહ્યું તેથી હું ખૂબ ચિંતિત છું.

આ પણ વાચો: UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ભારતના કર્યા વખાણ, કહ્યું- ભારતનું નેતૃત્વ અનુકરણીય

સિંધી ફાઉન્ડેશનના ડાયરેક્ટર મુઝફ્ફર તાલપુરે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અધિકારોની વાત કરે છે તો તે ગાયબ થઈ જાય છે અને ચિંતાજનક વાત એ છે કે અમને ઘણા સિંધી કાર્યકર્તાઓના મૃતદેહો મળ્યા છે, તેથી અત્યારે આ એક મોટો મુદ્દો છે. મોટા ભાગના યુવાન સિંધીઓ હવે ભયમાં જીવી રહ્યા છે. સમગ્ર સમાજ ભયમાં જીવી રહ્યો છે.

 

ભારતમાં અનુસૂચિત જાતીની સ્થિતિ ઘણી સારી

પીએચડીની વિદ્યાર્થીની અને અનુસૂચિત જાતી કાર્યકર્તા રોહિણી ગાંધીએ કહ્યું કે, એક અનુસૂચિત જાતી છોકરી હોવાના કારણે મને ગર્વ છે કે મને અહીં આવીને મારા મનની વાત કહેવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું કે, ભારતમાં અનુસૂચિત જાતીની સ્થિતિ પાકિસ્તાન જેવા પાડોશી દેશોની સરખામણીમાં ઘણી સારી છે કારણ કે આપણા ભારતમાં આરક્ષણ નીતિ છે. મને પણ ભારત સરકારે એક કરોડ રૂપિયાની શિષ્યવતિ મળી છે અને તેનું હું એક ઉદાહરણ છું એક સફાઈ કર્મચારીની છોકરી હોવા છતા અહીં સુધી પહોંચીએ છીએ તે એક મોટી ઉપલબ્ધિ છે.

ગુલામી, અપમાન અને રાજકીય દમન

આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં બોલતા જેએસએમએમના સજ્જાદ શારે માહિતી આપી હતી કે, તેમની સંસ્થા માનવ અધિકાર અને રાષ્ટ્રીય અસ્તિત્વના મહત્વના મુદ્દા પર UN સંસ્થાઓનું ધ્યાન દોરવા માંગુ છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સિંધના લોકો છેલ્લા 75 વર્ષથી ગુલામી, અપમાન, રાજકીય દમન અને આર્થિક શોષણના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

Published On - 2:02 pm, Sat, 25 March 23