અહીં લોકો ભૂંડને નજીકથી જોવા પાણીની જેમ વાપરી રહ્યા છે પૈસા, લાખો રુપિયા આપવા થાય છે તૈયાર

|

Jun 30, 2023 | 10:03 AM

ચીનમાં લોકો એક લાખ રૂપિયા સુધીની કિંમત ચૂકવીને હોટલ રૂમ ભાડે લે છે, જ્યાંથી ભૂંડ સરળતાથી જોઈ શકાય છે. આ માટે લોકોમાં હરીફાઈ શરૂ થઈ ગઈ છે.

અહીં લોકો ભૂંડને નજીકથી જોવા પાણીની જેમ વાપરી રહ્યા છે પૈસા, લાખો રુપિયા આપવા થાય છે તૈયાર

Follow us on

લોકોના પોતાના શોખ હોય છે, જેને પૂરા કરવા તેઓ પાણીની જેમ પૈસા વહાવ્યા પછી પણ અટકતા નથી. હાલના સમયે ચીનમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં લોકોને ડુક્કર જોવાનું એટલું પસંદ છે કે તેઓ આ માટે એક લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે. અહીં લોકો હોટલના રૂમ ભાડે રાખવા માટે એટલા પૈસા ચૂકવી રહ્યા છે, જેની બારીઓમાંથી દેશના અત્યંત દુર્લભ ભૂંડને નજીકથી જોઈ શકાય છે.

ચીનની પ્રખ્યાત અને પરંપરાગત વાનગી જિન્હુઆ હેમ આ ડુક્કરમાંથી બનાવવામાં આવે છે. ચીનના ઝેજિયાંગ વિસ્તારમાં થીમ પાર્ક બિલ્ડિંગને અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. હોટલના રૂમની બારીમાંથી જમીન પરના ડુક્કર જોઈ શકાય છે. હોટલના રૂમના કેટલાક ફોટો સ્થાનિક સોશિયલ મીડિયા એપ Douyin પર પણ વાયરલ થઈ રહ્યા છે. તેને ચીનનું ટિકટોક કહેવામાં આવે છે. લોકો થીમ પાર્કને ડિઝનીલેન્ડ ઓફ જિન્હુઆ કહે છે.

આ પણ વાંચો : Uberના ભારતીય ડ્રાઈવરે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો, બાયડેન પ્રશાસન ચોંકી ગયું, પોલીસના હાથ-પગ ફૂલી ગયા

શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
ગરોળીનું શરીરના કયા અંગ પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

થીમ પાર્ક 2021માં ખુલ્લો મુકાયો હતો

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ પાર્કને વર્ષ 2021માં ‘પાંડા પિગ’ નામના ભૂંડની જાતિને પ્રોત્સાહન આપવા માટે ખોલવામાં આવ્યું હતું. આ ભૂંડનું માથું અને પૂંછડીનો ભાગ કાળો હોય છે. આ જાતિનું મૂળ નામ “ટુ-એન્ડ બ્લેક પિગ” હતું. જે ઓછામાં ઓછા 1200 વર્ષથી ચીનમાં છે. તેને જીન્હુઆ ડ્રાય-ક્યોર્ડ હેમનો પરંપરાગત સ્ત્રોત પણ માનવામાં આવે છે. જે ઈટાલીના પ્રોસિયુટો ડી પર્મા અને સ્પેનના જેમોન ઈબેરીકો સાથે ટક્કર કરે છે. ઇટાલી અને સ્પેનની આ બંને વાનગીઓ પણ ડુક્કરમાંથી બનાવવામાં આવે છે.

ચીનમાં બહુ ઓછી જાત છે

આ ચાઈનીઝ ડુક્કરમાંથી બનેલી વાનગી આખી દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહેવાલ મુજબ, ઇટાલિયન વેપારી, સંશોધક અને રાજદૂત માર્કો પોલોએ 13મી સદીમાં જિન્હુઆથી ડ્રાય-ક્યોર્ડ હેમનું રહસ્ય યુરોપ લઈ ગયા હોવાનું કહેવાય છે. જે પછી આ વાનગી ચીનની બહાર પણ ફેમસ થઈ ગઈ. કિઆનજિયાંગ ઇવનિંગ ન્યૂઝના 2016ના અહેવાલમાં જિન્હુઆમાં ડુક્કરની આ જાતિની વાર્ષિક ઉપલબ્ધ વસ્તી 75,000 થી 80,000 છે, જે શહેરની કુલ ડુક્કરની વસ્તીના માત્ર 3 થી 4 ટકા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:45 am, Fri, 30 June 23