Viral Video : ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે ગેરવર્તન કર્યુ તો વિમાનમાં મુસાફરને ટેપથી બાંધવામાં આવ્યો, જુઓ વીડિયો

ફ્લાઇટમાં(Flight)  ઘણા લોકો એરલાઇન સ્ટાફ સાથે ગેરવર્તન કરતા હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે.જેમાં ફ્રન્ટીયર એરલાઇન્સમાં એક પેસેન્જરે મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને બાદમાં હંગામો થતા આ પેસેન્જરને સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો.

Viral Video : ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે ગેરવર્તન કર્યુ તો વિમાનમાં મુસાફરને ટેપથી બાંધવામાં આવ્યો, જુઓ વીડિયો
passenger taped to seat after he misbehaved with female flight attendants in frontier airlines
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:02 AM

Viral Video :મુસાફરોની સુવિધા માટે  તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સ (Flight attendants) છે. આ એટેન્ડન્ટ્સ મુસાફરોની આરામની સંપૂર્ણ કાળજી લે છે, પરંતુ ક્યારેક લોકો ફ્લાઇટમાં(Flight)  તેમની સાથે ગેરવર્તન કરતા હોય,તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.આવો જ એક બીજો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન્સમાં (Airlines)એક પેસેન્જરે મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો જે બાદમાં હંગામો થયો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં આ મુસાફર (Passenger) ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. તેણે બે મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથે ગેરવર્તન કર્યું અને બાદમાં કહેવા લાગ્યો કે,”મારા માતા -પિતા પાસે 2 મિલિયન ડોલર છે.” આ સાથે તેણે અન્ય એક ફ્લાઇટ એટેન્ડન્ટને માર પણ માર્યો. Maxwell Wilkinson Berry નામની આ વ્યક્તિની ઉંમર 22 વર્ષ કહેવામાં આવી રહી છે.આપને જણાવવું રહ્યું કે,સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પેસેન્જર શેમિંગ નામના એકાઉન્ટ (account)પરથી શેર કરવામાં આવ્યો છે.જુઓ વિડીયો.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે બેરી ક્રૂ મેમ્બર્સ (Crew Members)સાથે ગેરવર્તન કરી રહ્યો છે અને સતત તેમની સામે બૂમો પાડતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત બિયર પીધા બાદ, તે કેબિનમાં શર્ટલેસ ચાલવા માંડે છે. જે બાદ ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સે સાથે મળીને તેમને ટેપથી સીટ પર બાંધી દેવામાં આવ્યો હતો.હાલ,આ વિડીયો સોશિયલ મિડીયા (Social Media)પર ખુબ વાયરલ (Video Viral)થઈ રહ્યો છે.