Paris News : પેરિસમાં ફરી શરૂ થયો વિરોધ, લોકોએ બેંકો અને પોલીસની ગાડીઓને બનાવી નિશાન

|

Sep 25, 2023 | 1:53 PM

ત્રણ મહિના પહેલા પેરિસમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે એક યુવકને ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી લોકોએ વિરોધ શરૂ કર્યો. પ્રદર્શનમાં સરકારી સંપત્તિને ઘણું નુકસાન થયું હતું.

Paris News : પેરિસમાં ફરી શરૂ થયો વિરોધ, લોકોએ બેંકો અને પોલીસની ગાડીઓને બનાવી નિશાન
Paris News

Follow us on

ફ્રાંસની રાજધાની પેરિસમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. લગભગ ત્રણ મહિનાની શાંતિ બાદ પેરિસમાં ફરી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. પ્રદર્શનકારીઓ પોલીસને નિશાન બનાવી રહ્યા છે. તેમજ બેંકો અને સરકારી ઈમારતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ અંગે સરકારે કડક સૂચના આપી છે.

આ પણ વાંચો : Paris News: 150 મિલિયન વર્ષ જૂના ડાયનાસોર બેરીના હાડપિંજરની ટૂંક સમયમાં જ પેરિસમાં થશે હરાજી, જાણો વાયરલ તસવીર પાછળની રસપ્રદ કહાની

ફ્રાન્સની સરકારે લોકોને સૂચના આપી

પ્રદર્શન અંગે ફ્રાન્સની સરકારે કહ્યું કે, તે અસ્વીકાર્ય છે. સરકારે તેની નિંદા કરી છે. પ્રદર્શનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવતા એક પોલીસ અધિકારી તેમના વાહનમાં ફસાઈ ગયા હતા, જેમને કોઈક રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શું હતો સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા પેરિસમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે એક યુવકને ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી લોકોએ વિરોધ શરૂ કર્યો. પ્રદર્શનમાં સરકારી સંપત્તિને ઘણું નુકસાન થયું હતું.

કાળા કપડામાં જોવા મળ્યા લોકો

ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું હતું કે, કાળા કપડાં પહેરેલા અને હૂડી પહેરેલા સેંકડો લોકોએ પેરિસની શેરીઓમાં વિરોધ કર્યો હતો. એએફપીએ જણાવ્યું હતું કે, વિરોધીઓએ એક બેંકમાં તોડફોડ કરી હતી અને ટ્રાફિકમાં ફસાયેલી પોલીસની કાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે, માસ્ક પહેરેલા દેખાવકારોનું એક જૂથ પેરિસની શેરીઓમાં એક કારનો પીછો કરી રહ્યું હતું અને હુમલો કરી રહ્યું હતું.
ગૃહમંત્રીએ કરી નિંદા

આ ઘટના પર ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિને કહ્યું કે, પોલીસ વિરુદ્ધ હિંસા અસ્વીકાર્ય છે. “અમે જોઈએ છીએ કે પોલીસ વિરોધી નફરત લોકોને ક્યાં લઈ જાય છે,” તેમણે કહ્યું. પેરિસ પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article