Paris News: પેરિસમાં છવાયો મૌની રોયનો જાદુ, વ્હાઈટ ડ્રેસમાં પાથર્યા સુંદરતાના કામણ

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય અવારનવાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર સફેદ ડ્રેસમાં પોતાની સુંદરતા દર્શાવી છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ પણ તેના નવા લુકના દિવાના બની ગયા છે. અભિનેત્રીની આ તસવીરો પેરિસની છે. જ્યાં તે તેના પતિ સાથે રજાઓ ગાળી રહી છે.

Paris News: પેરિસમાં છવાયો મૌની રોયનો જાદુ, વ્હાઈટ ડ્રેસમાં પાથર્યા સુંદરતાના કામણ
Mouni Roy
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:25 PM

Mouni Roy Latest Photos : બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય અવારનવાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર સફેદ ડ્રેસમાં પોતાની સુંદરતા દર્શાવી છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ પણ તેના નવા લુકના દિવાના બની ગયા છે. અભિનેત્રીની આ તસવીરો પેરિસની છે. જ્યાં તે તેના પતિ સાથે રજાઓ ગાળી રહી છે.

અભિનેત્રી મૌની રોયે ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જોકે, તેને ટીવી શો ‘નાગિન’થી લોકપ્રિયતા મળી હતી. એક્ટિંગની સાથે સાથે મૌની તેના ડ્રેસિંગ માટે પણ ચર્ચામાં રહે છે. એથનિક ડ્રેસ હોય કે વેસ્ટર્ન કપડા, મૌનીએ બધાને ઘાયલ કરી દીધા.

આ પણ વાંચો : Dubai News: દીપિકા પાદુકોણ કાર્ડ ટ્રિકથી મેજિક જોઈને થઈ ગઈ હેરાન, Video થયો વાયરલ

એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેની પેરિસ ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે. આ નાઇટ વ્યૂ તસવીરોમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીરો પર ફેન્સ પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

મૌની રોયે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. તેના આ ફોટા પેરિસના છે, જ્યાં અભિનેત્રી તેના પતિ અને મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવવા ગઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે મૌની ડીપ નેકલાઈન સાથે સફેદ રંગનો મીડી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ડ્રેસ સાથે અભિનેત્રીએ મેચિંગ બૂટ પહેર્યા હતા અને પર્સ પણ સાથે રાખ્યું હતું. ફોટોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મૌની પેરિસની ગલીઓમાં ઝાડ નીચે ઉભી રહીને પોતાનો સિઝલિંગ લુક બતાવી રહી છે.

મૌનીએ તેના જન્મદિવસના થોડા સમય પહેલા જ તેનો પ્રી-બર્થ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં તેની સાથે દિશા પટણી અને સોનમ બાજવા જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝન સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ થી કરી હતી. તેણે આ સીરિયલમાં કૃષ્ણ તુલસીનું પાત્ર ભજવ્યું હતું અને તેને ઘણી લોકપ્રિયતા પણ મળી હતી.

આ પછી અભિનેત્રીને બોલિવૂડમાંથી પણ ઓફર મળવા લાગી. તેણે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા લીડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે મૌની રોયે કેજીએફમાં ડાન્સ નંબર પણ કર્યો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો