Paris News: સંગીત અને નૃત્યનું એક અલગ સ્વરૂપ દુનિયા સમક્ષ લાવીને અનેક પેઢીઓને પ્રેરણા આપનાર માઈકલ જેક્સનની (Michael Jackson) કેપની હરાજી થઈ રહી છે. પ્રથમ વખત તેનું પ્રખ્યાત મૂનવોક ડાન્સ કરતા પહેલા માઈકલે તેની બ્લેક ફેડોરા ટોપી સ્ટેજની બાજુમાંથી ફેંકી દીધી હતી, જે ચાર દાયકા પછી પેરિસની હરાજીમાં ફરીથી જોવા મળી શકે છે. માઈકલની બ્લેક ફેડોરા ટોપી 64,000-107,000 ડોલરની વચ્ચે એટલે કે રૂ. 53,27,490 થી રૂ. 89,06,890 માં વેચાય તેવી અપેક્ષા છે.
હરાજીના આયોજક ઓર્થર પેરાઉલ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, “નકલી વસ્તુઓના વેચાણ અને તેની સામેના આરોપોને કારણે માઈકલની અસલી વસ્તુઓનું મૂલ્યાંકન ઘટ્યું છે, પરંતુ તેની ટોપી હજુ પણ સારી કિંમતે વેચી શકે છે. તમને જણાવી દઈએ કે આ પોપ આઈકન માઈકલની લગભગ 200 યાદગાર વસ્તુઓમાંથી એક છે.
“પ્રથમ મૂનવોક શો દરમિયાન, એડમ કેલી નામના વ્યક્તિએ માઈકલની ટોપી ઉપાડી અને વિચાર્યું કે કદાચ કોઈ તેને લેવા આવી રહ્યું છે, પરંતુ કોઈએ કર્યું નહીં,” ઓર્થરે કહ્યું. તેને વધુમાં સમજાવ્યું કે એડમે ટોપી ઘણા વર્ષો સુધી રાખી હતી, પરંતુ ત્યારથી તે પેરિસના કેટલાક ખાનગી કલેક્ટર્સમાંથી પસાર થઈ અને એક મોટી હરાજીમાં આવી. માઈકલની ટોપીની સાથે આ વસ્તુઓની પણ હરાજી થઈ રહી છે.
માઈકલની ટોપી સાથે પ્રખ્યાત બ્લૂઝમેન ટી-બોન વોકરના ગિટારની પણ હરાજી થઈ રહી છે, જે 150,000 યુરો એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે. આ હરાજીમાં ડેપેચે મોડના માર્ટિન ગોરે પહેરેલા સૂટનો પણ સમાવેશ થશે. આટલી બધી લોકપ્રિય હસ્તીઓની વસ્તુઓની હરાજી થઈ રહી છે ત્યારે એવું કહેવું ખોટું નહીં હોય કે સંગીતની યાદગીરી એક મોટો બિઝનેસ બની ગયો છે.
Sold for $595,900. A lefty black Fender Stratocaster electric guitar, smashed by Kurt Cobain during Nirvana’s Nevermind era and signed to the body by all three band members.
Julien’s Auctions “Music Icons” at the Hard Rock Cafe in New York City and on https://t.co/tzS6JKuf2p. pic.twitter.com/AXRuScNlcx
— Julien’s Auctions (@JuliensAuctions) May 20, 2023
(Tweet: Julien’s Auctions Twitter)
આ વર્ષે મે મહિનામાં અમેરિકન રોક બેન્ડ ‘નિરવાના’ના દિવંગત ફ્રન્ટમેન કર્ટ કોબેનના તૂટેલા ગિટારની પણ હરાજી કરવામાં આવી હતી. 1990 ના દાયકાની શરૂઆતમાં તેને તેનું આલ્બમ નેવરમાઈન્ડ બનાવતી વખતે તેને તોડી નાખ્યું. કર્ટ દ્વારા તૂટેલું બ્લેક ફેન્ડર સ્ટ્રેટોકાસ્ટર ગિટાર ન્યુ યોર્કના હાર્ડ રોક કાફે ખાતે જુલિયનની હરાજીમાં વેચવામાં આવ્યું હતું, જેની ઓળખ જાણીતી નથી.
આ ફણ વાંચો: Sydney News: CSA યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે સિડનીમાં કરશે અભ્યાસ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો