Viral News : આપણી પૃથ્વી હજારો વર્ષો પહેલાની છે. આદિમાનવ કાળથી દિવસે દિવસે માનવજાતિનો ધીરે ધીરે વિકાસ થયો ગયો. યુગો બદલાયા અને સાથે સાથે માણસનો વ્યવહાર, જીવનશૈલી, સંસ્કૃતિઓ અને પરંપરા પણ બદાલાઈ. આ પૃથ્વી પણ એવા ઘણા સમાજ અને સંસ્કૃતિઓ થઈ ગઈ જેવા વિશે આજે આપણે નથી જાણતા. પ્રાચીન યુગ અને મધ્ય યુગમાં આવેલી પ્રાકૃતિક આફતોને કારણે આ સંસ્કૃતિઓનો નાશ થઈ ગયો. આવી અનેક સંસ્કૃતિઓના નગર ભૂતકળમાં જમીનમાંથી મળી આવ્યા છે. તેમાંથી મળેલા અવશેષો પરથી આપણને તે સંસ્કૃતિઓ વિશે વધુ જાણવા મળે છે. હાલમાં જર્મનીમાંથી (Germany) આવા જ જૂના અને ક્યારે ના જોયા હોય તેવા અવશેષો મળી આવ્યા છે.
જર્મનીમાં ડેન્યૂબ નદી પાસે ત્યાના પુરાતત્વ વિભાગને પ્રાચીનકાળના અવશેષો મળ્યા છે. તેમને પાષાણ અને મધ્ય યુગની કબરો મળે છે, આ સિવાય તેમને હથિયાર, ઘરેણા અને માટીના વાસણો પણ મળ્યા છે. આ અવશેષો પરથી માનવ ઈતિહાસને સૌથી જૂના કાળની માહિતીઓ મળશે. જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં ટટલિંગેનના ગીસિંગેન-ગુટમાડિંગેન જિલ્લામાંથી આ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આ વિસ્તારમાં એક તળાવના બાંધકામ દરમિયાન મળી આવ્યા છે.
જર્મનીમાં મળેલી આ કબરો દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં દુર્લભ માનવામાં આવે છે. અહીં મધ્ય યુગના શરુઆતની 140 કબર મળી આવી છે.આ કબરો ઈસ્વીસન 500થી 600 વચ્ચેની છે. આ સિવાય ત્યાથી તલવાર, ઢાલ, પાણીના ગ્લાસ, ઝુમકા, ભાલા, હાડકાથી બનેલી કાંસકી પણ મળી છે.
મધ્ય યુગની શરુઆતનો સમય એ પશ્ચિમી રોમન સામ્રાજ્યની અંત પછીની સદી છે, આ સદી 476ની છે. આ સમયને પ્રવાસન કાળ કે વોલ્કરવાંડરંગ તરીકે ઓળખવામાં આવતો હતો. આ સમયમાં યુરોપમાં અલગ-અલગ જનજાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યા એ જતી હતી. અને એકબીજા સાથે યુદ્ધ કરતી હતી અને વિજય મેળવી ત્યા જ વસી જતી હતી. જર્મનીમાં જે કબરો મળી છે તેમાં જોવા મળ્યુ છે કે મહિલાઓના શરીર ઘરેણા અને મોતિયો સાથે હતા. તથા પુરુષોના શરીર હથિયારો સાથે દફનાવામાં આવ્યા હતા. કેટલીક જાતિઓમાં દફનની વધી અલગ હોય છે. આ પ્રાચીન અવશેષો પરથી આપણને આગળ પણ અનેક માહિતીઓ મળે શકે છે.