150 નિર્દોષોની હત્યા માટે જવાબદાર પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો

|

Jan 11, 2022 | 11:38 AM

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો આતંકવાદી (Khalid Batli) ઉર્ફે મોહમ્મદ ખુરાસાની (Mohammad Khurasani) પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારનો રહેવાસી હતો.

150 નિર્દોષોની હત્યા માટે જવાબદાર પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો
Pakistan's most wanted terrorist Mohammad Khurasani, shot dead (File)

Follow us on

પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો પ્રવક્તા અને આતંકવાદી જૂથનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર (Khalid Batli)ઉર્ફે મોહમ્મદ ખુરાસા(Mohammad Khurasani)ની પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંત (Afghanistan)માં માર્યો ગયો છે. પાકિસ્તાન(Pakistan)ના સંરક્ષણ સૂત્રોએ સોમવારે આ માહિતી આપી. TTP પાકિસ્તાનમાં અનેક હુમલાઓ કરી ચૂક્યું છે. સૌથી ભયાનક 2014માં મિલિટરી સ્કૂલ પર હુમલો હતો, જેમાં 150 થી વધુ બાળકો માર્યા ગયા હતા.

સંરક્ષણ સૂત્રોએ અહીં વિગતો આપ્યા વિના જણાવ્યું કે, TTP કમાન્ડર ખુરાસાની અફઘાનિસ્તાન(Afghanistan)ના નાંગરહાર પ્રાંતમાં માર્યો ગયો છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં નાગરિકો અને સુરક્ષાકર્મીઓની હત્યામાં સામેલ હતો. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ખુરાસાની માર્યા ગયાની પુષ્ટિ કરી હતી, પરંતુ તેની વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું, ‘અમે અફઘાનિસ્તાનમાંથી માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છીએ કે ખોરાસાનીને કેવી રીતે શોધી કાઢવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી.

ખુરાસાની 2014માં TTPનો પ્રવક્તા બન્યો

મોહમ્મદ ખુરાસાની પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારનો રહેવાસી હતો. તે 2007ની આસપાસ ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત ક્ષેત્રમાં ઉગ્રવાદી રેન્કમાં જોડાયો હતો. સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, તે આતંકવાદી નેતા મુલ્લા ફઝલુલ્લાહ(Mullah Fazlullah)ની નજીક બની ગયો હતો, જે બાદમાં ટીટીપીનો ચીફ બન્યો હતો. ખુરાસાનીને 2014માં TTPનો પ્રવક્તા બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે આતંકવાદીઓના પ્રચાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તે તાજેતરમાં TTP વડા મુફ્તી નૂર વલી મહેસૂદના નેતૃત્વમાં વિવિધ આતંકવાદી જૂથોને એક કરવા માટે સક્રિય બન્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટીટીપી અને પાકિસ્તાન આર્મી વચ્ચે યુદ્ધવિરામ ભંગ થયા બાદ આ હત્યા થઈ

ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ખુરાસાની વારંવાર કાબુલ જતો હતો. અગાઉ, તે ખૈબર પખ્તુનખ્વા(Khyber Pakthunkhwa)ના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં આતંકવાદી ઠેકાણાનું સંચાલન કરી રહ્યો હતો, પરંતુ 2014માં ઓપરેશન ઝરબ-એ-અઝાબ (Zarb-i-Azab Operation)દરમિયાન અફઘાનિસ્તાન ભાગી ગયો હતો. ટીટીપી અને પાકિસ્તાન આર્મી(Pakistan army) વચ્ચે એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામના ભંગ બાદ તેમની હત્યા થઈ હતી. TTP એ 9મી નવેમ્બર, 2021 થી એક મહિના માટે તમામ હુમલાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી.

Next Article