
પાકિસ્તાનને એ ગર્વ છે કે તેણે તેની મિસાઈલો ગઝની, ઘોરી, અબ્દાલી અને બાબર જેવા મુઘલ વિજેતાઓના નામ પર છે. જો કે આ કોઈ મુસ્લિમ વિજેતાઓ ન હતા પરંતુ ભારતીય ઉપમહાદ્વીપના પ્રાચીન વારસા, સંસ્કૃતિને નષ્ટ કરી દેનાર વિદેશી આક્રાંતાઓ હતા. જેમણે અહીં લખલૂટ લૂંટ તો ચલાવી જ પરંતુ નરસંહાર પણ કર્યો. અને લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારતના પ્રાચીન મંદિરોને પહેલા જેટલા લૂંટાય એટલા લૂંટ્યા અને ત્યારબાદ પણ ધરાયા તો ભારતીય વારસાના પ્રતિક એવા એ મંદિરોને તોડી નાખ્યા. ગઝની અને બાબર જેવા આક્રાંતાએ ન અનેક મંદિરોને તોડી ત્યા મસ્જિદો બાંધી દીધી. અફઘાનિસ્તાન કે તુર્કીથી આવેલા જે આક્રમણકર્તાઓએ ભારતની ધરતી પર લોહીની નદીઓ વહાવી, મંદિરોને તોડ્યા, પાકિસ્તાન આજની તારીખમાં આ લૂંટારાઓના નામ પરથી તેની મિસાઈલોના નામ રાખી તેની ‘ઈસ્લામી તાકાત’ ને સાબિત કરવાની કોશિશ કરી રહ્યુ છે. પાકિસ્તાન એ દરેક નવી ઓળખની શોધમાં રહે છે જેમણે ભૂતકાળમાં હિંદુઓ સાથે હિંસા કરી હોય અથવા તો ભારતને લોહીલુહાણ કર્યુ હોય. પહલગામ આતંકવાદી હુમલા બાદ...