
પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે 9 મેના રોજ ઈસ્લામાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે પાકિસ્તાનમાં એક ટ્વિટ વાયરલ થઈ રહી છે, જેમાં પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી દિલ્હી પોલીસનો નંબર માંગી રહી છે. વાસ્તવમાં, સહર શિનવારીએ ટ્વિટ કર્યું હતું કે તેણે પીએમ મોદી અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. તેમના આ ટ્વિટ પર, દિલ્હી પોલીસે મંગળવારે (10 મે) ના રોજ યોગ્ય જવાબ આપ્યો હતો.
શિનવારીએ ટ્વીટ કર્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવનારા ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ મારે ફરિયાદ નોંધાવવી છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર હશે તો મને ખાતરી છે કે ભારતીય સુપ્રીમ કોર્ટ મને ન્યાય આપશે.
શિનવારીના ટ્વીટના જવાબમાં દિલ્હી પોલીસે કહ્યું કે પાકિસ્તાનમાં હજુ પણ તેમની પાસે અધિકારક્ષેત્ર નથી. દિલ્હી પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે પાકિસ્તાનમાં હજુ પણ અમારી પાસે અધિકારક્ષેત્ર નથી. આ સાથે દિલ્હી પોલીસે સવાલ પૂછ્યો કે જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો.
We are afraid we still do not have jurisdiction in Pakistan.
But, would like to know how come you are tweeting when the internet has been shut down in your country! https://t.co/lnUCf8tY59
— Delhi Police (@DelhiPolice) May 9, 2023
આ પણ વાંચો : કંગાળ છે Pakistan પણ કરોડપતિ છે ઈમરાન ખાન, 600 એકરની જમીન સહિત આ સંપત્તિના માલિક છે પૂર્વ PM
સહરના આ ટ્વિટ પર ઘણા ભારતીય લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. જેના કારણે પાકિસ્તાન સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.
જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પીટીઆઈના કાર્યકરોએ ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાચી, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને મર્દાન સહિત દેશભરના શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી અને આ હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:03 am, Thu, 11 May 23