પાકિસ્તાન અમારૂં નામ નિશાન ભૂંસી નાખવા માંગે છે, વસ્તી ગણતરી પર ગુસ્સે થયા ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો

પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર પ્રત્યે નારાજ છે. પાકિસ્તાન અહીંના લોકોની ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન અમારૂં નામ નિશાન ભૂંસી નાખવા માંગે છે, વસ્તી ગણતરી પર ગુસ્સે થયા ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 04, 2023 | 2:52 PM

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ શેહબાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મિર્ઝાએ પાકિસ્તાન સરકાર પર પીઓકેમાં રહેતા કાશ્મીરી વંશીય લોકોની ઓળખને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાચો: પાકિસ્તાનના પાસપોર્ટ પર દેખાઈ ગરીબીની અસર, દૂનિયાનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટ બન્યો

પાકિસ્તાન દુનિયાના દરેક પ્લેટફોર્મ પર કાશ્મીર માટે રડતું રહે છે, પરંતુ તેણે પોતાના કબ્જા વાળા જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકોનું જીવન નરક બનાવી દીધું છે. પાકિસ્તાને આ વિસ્તારને સંપૂર્ણપણે જેલમાં ફેરવી દીધો છે. હવે પાકિસ્તાન અહીંના રહેવાસીઓની ઓળખને પણ ભૂંસી નાખવામાં લાગેલું છે. પાકિસ્તાનના આ કૃત્યથી વિસ્તારના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. પીઓકેના રહેવાસી અમજદ અયુબ મિર્ઝાએ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

નામ-ચિહ્ન ભૂંસી નાખવા માંગે છે પાકિસ્તાન

મિર્ઝાએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર પીઓકેના લોકોની કાશ્મીરી ઓળખને ભૂંસી નાખવા અને તેમને પાકિસ્તાનના રહેવાસી તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર વસ્તી ગણતરીનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર એ હકીકતને પણ નજરઅંદાજ કરી રહી છે કે આ એક વિવાદિત વિસ્તાર છે. પાકિસ્તાન સરકારને તેને રોકવાની માંગ કરતા તેમણે ચેતવણી આપી હતી કે જો આવું નહીં થાય તો PoKમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

મિર્ઝાએ કહ્યું કે, પાકિસ્તાન અમારું નામ અને નિશાન ભૂંસી નાખવાની તૈયારીમાં છે. તેઓ અમને પાકિસ્તાની બનાવવા માંગે છે. અમે પાકિસ્તાની નથી. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં તેની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

વસ્તી ગણતરી દ્વારા ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ

મિર્ઝાએ કહ્યું કે શહેબાઝ શરીફ સરકાર પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વસ્તી ગણતરી કરી રહી છે. આ વસ્તી ગણતરીમાં લોકોને એક કાગળ પર સહી કરાવવામાં આવી રહી છે. જેમાં લોકોના નામની આગળ એક કોલમ બનાવવામાં આવી છે, જેમાં પાકિસ્તાની લખવામાં આવ્યું છે.

કોઈ કેવી રીતે કહી શકે કે અમે ભારતીય નથી

પાકિસ્તાન પર પ્રહાર કરતા મિર્ઝાએ કહ્યું કે આ એક વિવાદિત વિસ્તાર છે અને અમે પાકિસ્તાનના નિયંત્રણમાં છીએ. જ્યારે મારા રાજા મહારાજ હરિસિંહજી અને લોર્ડ માઉન્ટબેટન વચ્ચે 1947માં જોડાણના કાગળો પર હસ્તાક્ષર થયા હોય ત્યારે અમે પાકિસ્તાની નાગરિક કેવી રીતે કહી શકીએ? કોઈ કેવી રીતે કહી શકે કે અમે ભારતીય નથી.