નિંદા બદલ મોત : કોણ કહે છે કે પાકિસ્તાનમાં લોકશાહી છે ? શ્રીલંકન નાગરિકને જીવતો સળગાવતા સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નિંદા

|

Dec 04, 2021 | 8:49 AM

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે (Usman Buzdar)આ ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી અને પોલીસ મહાનિરીક્ષકને આ મામલાની તપાસ કરીને 24 કલાકમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

નિંદા બદલ મોત : કોણ કહે છે કે પાકિસ્તાનમાં લોકશાહી છે ? શ્રીલંકન નાગરિકને જીવતો સળગાવતા સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નિંદા
File Photo

Follow us on

Pakistan : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં (Punjab Province) એક ટોળાએ દેશના કથિત નિંદાના આરોપમાં શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકને માર માર્યો હતો. આ પછી તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. પંજાબ પ્રાંત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રિયંતા કુમારા અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર સિયાલકોટ જિલ્લામાં (Sialkot District)સ્થિત એક ફેક્ટરીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનમાં નિંદા માટે મૃત્યુદંડની જોગવાઈ છે અને તેનો વારંવાર દુરુપયોગ થાય છે.

વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કુમારાએ કથિત રીતે કટ્ટરપંથી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)નું પોસ્ટર ફાડી નાખ્યું હતું, જેમાં કુરાનની (Quran)કલમો લખેલી હતી અને બાદમાં તેણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. તમને જણાવી દઈએ કે, કુમારાની ઓફિસની બાજુમાં આવેલી દિવાલ પર ઈસ્લામિક પાર્ટીનું (Islamic Party) પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. ફેક્ટરીના કેટલાક કામદારોએ તેને પોસ્ટર હટાવતા જોયો અને ફેક્ટરીમાં આ વાત ફેલાવી દીધી.નિંદાની ઘટનાથી રોષે ભરાયેલા સેંકડો લોકો ફેક્ટરીની બહાર એકઠા થવા લાગ્યા. તેમાંથી મોટાભાગના TLPના કાર્યકરો અને સમર્થકો હતા.

આ રીતે મોતને ઘાટ ઉતાર્યો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઘટનાને વખોળતા અધિકારીએ કહ્યું કે,ગુસ્સે થયેલા ટોળાએ શ્રીલંકાના નાગરિકને (Citizens of Sri Lanka)ફેક્ટરીમાંથી બહાર ઢસડ્યો અને તેની પર ભારે અત્યાચાર કર્યો.અને બાદમાં તેને સળગાવી દીધો. તમને જણાવી દઈએ કે, પોલીસ ત્યાં પહોંચે તે પહેલા ટોળાએ તેના મૃતદેહને સળગાવી દીધો હતો. અહેવાલો અનુસાર, શ્રીલંકાના નાગરિકના મૃતદેહની આસપાસ સેંકડો લોકો એકઠા થઈને TLP ના નારા લગાવી રહ્યા હતા. ઈમરાન ખાનની સરકારે તાજેતરમાં TLP સાથે ગુપ્ત કરાર કર્યા બાદ તેના પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

પ્રાંતના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે (Usman Buzdar)આ ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી અને પોલીસ મહાનિરીક્ષકને આ મામલાની તપાસ કરીને 24 કલાકમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે, ઘટનાના દરેક પાસાઓની તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. મળતી માહિતી મુજબ, હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો : VGGS 2022 : ન્યૂયોર્ક ખાતે GIFT સિટીનું ફાઇનાન્સિયલ સર્વિસીસ રાઉન્ડ ટેબલ પ્રેઝન્ટેશન યોજાયું

આ પણ વાંચો : અફઘાનિસ્તાન પર યુરોપિયન યુનિયને કહ્યું- આતંકવાદના મુદ્દે માત્ર ભારત જ ચિંતિત નથી, અમે પણ કરી રહ્યા છીએ ચર્ચા

Next Article