તાલિબાનની મદદ કરનારા પાકિસ્તાનને લાગ્યો ડર ? અફઘાનિસ્તાન જનારી ફ્લાઈટ્સને કરી સસ્પેન્ડ

|

Aug 22, 2021 | 5:36 PM

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને અફઘાનિસ્તાન તરફ જતી ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

તાલિબાનની મદદ કરનારા પાકિસ્તાનને લાગ્યો ડર ? અફઘાનિસ્તાન જનારી ફ્લાઈટ્સને કરી સસ્પેન્ડ
Pakistan International Airlines

Follow us on

તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાન (Afghanistan) જનારી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને કાબુલ (Kabul) ફ્લાઇટ ઓપરેશનને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે અને અત્યારે ત્યાંથી કોઇને પણ બહાર કાઢી રહ્યું નથી.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) એક માત્ર કોમર્શિયલ એરલાઇન હતી જે છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી રાજદ્વારીઓ અને વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પીઆઈએ શનિવારે કાબુલના હમીદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International Airport) પર સુવિધાઓના અભાવ અને કચરાના ડમ્પિંગને કારણે અસ્થાયી રૂપે કાબુલ ફ્લાઈટ કામગીરી સ્થગિત કરી દીધી હતી.

ઘટનાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર કોઈ ઈમિગ્રેશન અધિકારી હાજર નથી અને કોઈ સુરક્ષા તપાસ કરવામાં આવી રહી નથી. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી સફાઈ કામદારો પણ તેમની ફરજો નિભાવી રહ્યા નથી. સૂત્રોને આશંકા છે કે એરપોર્ટમાં કચરો અકસ્માતનું કારણ બની શકે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આવશ્યક સુવિધાઓની ગેરહાજરીને કારણે કામગીરી સ્થગિત
એક મીડિયા રિપોર્ટ અનુસાર, કાબુલ એરપોર્ટની સુરક્ષા અમેરિકાના હાથમાં છે અને તેઓ માત્ર લશ્કરી વિમાનોથી કામગીરી હાથ ધરવામાં વ્યસ્ત છે. રેડિયો પાકિસ્તાને એ પણ અહેવાલ આપ્યો છે કે કાબુલ એરપોર્ટ પર જરૂરી સુવિધાઓની ગેરહાજરીને કારણે PIA એ અફઘાનિસ્તાન માટે તેની ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. રિપોર્ટમાં પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લા હાફીઝને ટાંકીને કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો માટે ફ્લાઈટ ઓપરેશન બંધ રહેશે.

પીઆઇએ ફ્લાઇટ દ્વારા 1500 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા
હાફિઝે કહ્યું, “અમે અફઘાન નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ સાથે કાબુલ એરપોર્ટ પર તમામ જરૂરી સુવિધાઓ વહેલી તકે પુનઃ સ્થાપિત કરવા માટે વાત કરી છે, જેથી પીઆઇએ તેની ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરી શકે.” તેમણે કહ્યું કે પીઆઈએ અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત દેશમાંથી પત્રકારો, યુએન અધિકારીઓ અને પાકિસ્તાની નાગરિકો સહિત 1,500 લોકોને પાંચ ફ્લાઇટમાં બહાર કાઢ્યા છે.

યુએસ અને તેના સાથીઓ દ્વારા તાલીમ પામેલા અફઘાન સુરક્ષા દળોએ યુદ્ધ ગુમાવ્યા બાદ થોડા જ દિવસોમાં તાલિબાન લડવૈયાઓએ સમગ્ર દેશ કબજે કરી લીધો. તાલિબાને ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો.

 

આ  પણ વાંચો : અફઘાની મહિલા અને સાંસદે ભારત પરત ફરતા ભીની આંખે વર્ણવી આપવીતી, મદદ માટે ભારતીય ભાઈ-બહેનોનો આભાર

આ પણ વાંચો :AHMEDABAD : જ્વેલરીમાં હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ, 10 હજાર જેટલા જવેલર્સ હડતાળ કરશે

Next Article