
પાકિસ્તાની ફોજના પૂર્વ મેજર અને પત્રકાર આદિલ રાજાથી લઈને અનેક સૂત્ર એ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. તેના માટે સિસ્ટમ નિષ્ફળ થવી અને એક હાઈબ્રિડ સિસ્ટમવાળી સરકાર લાવવાનો નેરેટિવ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. આ અંતર્ગત એ કહેવાય રહ્યુ છે કે વર્તમાન રાષ્ટ્રપતિ આસીફ અલી જરદારીને પાકિસ્તાનમાંથી સુરક્ષિત બહાર નીકળી જવાની ઓફર આપવામાં આવી છે. તો વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. મોહસીન નક્વીને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનાવી શકાય છે. પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો જ્યારથી પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યો તે વર્ષ 1947 થી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે… કે કોઈપણ ચૂંટાયેલા પ્રધાનમંત્રી 5 વર્ષનો કાર્યકાળ પુરો નથી કરી શક્યા અને હવે ફરી એકવાર એ જ ઈતિહાસનું પુનરાવર્તન થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં કહેવાતા લોકતંત્રનું મહોરુ સંપૂર્ણપણે ઉતરી ચુક્યુ છે અને પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ થઈ ગયો છે. હવે પાકિસ્તાનની કમાન સંપૂર્ણપણે...
Published On - 10:13 pm, Tue, 4 August 26