Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું

|

Aug 08, 2023 | 11:51 PM

પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ 9 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ 12 ઓગસ્ટે સમાપ્ત થાય છે. પરંતુ શાહબાઝ તેને 9 ઓગસ્ટે વિસર્જન કરવા માંગે છે.

Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું
shehbaz sharif

Follow us on

Pakistan News : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (shehbaz sharif) બુધવારે રાજીનામું આપી શકે છે કારણ કે તેમના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર તેમના કાર્યકાળ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવા તૈયાર છે. પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટે સમાપ્ત થાય છે, પરંતુ વડાપ્રધાન શરીફ 9 ઓગસ્ટના રોજ તેને વિસર્જન કરે તેવી શક્યતા છે.

આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લીધી

ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પૂર્વ નેતા શાહબાઝ શરીફ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સલાહ મોકલશે. જો રાષ્ટ્રપતિ વિલંબ કરે છે, તો વડાપ્રધાનની સલાહના 48 કલાકની અંદર વિધાનસભા ભંગ કરવામાં આવશે. શાહબાઝ શરીફે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને સંકેત આપ્યો કે તેઓ પદ છોડી શકે છે.

આ પણ વાંચો Russia Ukraine War: યુદ્ધના મેદાનમાં ઉતરશે પુતિનની ડ્રોન સેના, આકાશમાંથી આગ વરસાવવાનો મેગા પ્લાન

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

શાહબાઝે રવિવારે એક રેલીમાં કહ્યું હતું કે તેઓ 9 ઓગસ્ટે સંસદ ભંગ કરશે અને પાકિસ્તાનના લોકો નવેમ્બર 2023માં વોટ દ્વારા તેમની સરકાર પસંદ કરશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે હજુ સુધી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન શરીફે મંગળવારે જનરલ હેડક્વાર્ટર (GHQ)ની તેમની વિદાય મુલાકાત લીધી હતી, જે સરકારના વડા તરીકેના તેમના કાર્યકાળમાં એક મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે. આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું કે આવતીકાલે અમારી સરકારનો કાર્યકાળ કર્યા થયા બાદ હું રાષ્ટ્રપતિને વિધાનસભા ભંગ કરવા માટે પત્ર લખીને ભલામણ કરીશ. આ પછી વચગાળાની સરકાર સત્તા સંભાળશે. જો રાષ્ટ્રપતિ અલ્વી પીએમની સલાહ ન સ્વીકારે તો તેના 48 કલાકમાં વિધાનસભા ભંગ કરી દેવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે PML-Nની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકે છે અને 11 ઓગસ્ટે સંસદને ભંગ કરી શકે છે, પરંતુ એવી આશંકા છે કે રાષ્ટ્રપતિ અલ્વી તરત જ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની સૂચના બહાર પાડવાનો ઇનકાર કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article