શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધની જાહેરાતથી પાકિસ્તાન ભડક્યું, આપી ગર્ભિત ધમકી

|

Mar 16, 2021 | 11:16 PM

Sri Lankaમાં બુરખા પહેરવા પર પ્રતિબંધની જાહેરાતને લઈને પાકિસ્તાન રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું છે આનાથી શ્રીલંકા અને દુનિયાના મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે.

શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધની જાહેરાતથી પાકિસ્તાન ભડક્યું, આપી ગર્ભિત ધમકી

Follow us on

Sri Lankaમાં બુરખા પહેરવા પર પ્રતિબંધની જાહેરાતને લઈને પાકિસ્તાન રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું છે આનાથી શ્રીલંકા અને દુનિયાના મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. આ અંગે વિરોધ વ્યક્ત કરતાં પાકિસ્તાને ગર્ભિત રીતે ધમકી પણ આપી દીધી હતી.

 

Sri Lanka બુરખા પર પ્રતિબંધના સમાચારને ટ્વીટ કરીને શ્રીલંકામાં પાકિસ્તાની હાઈ કમિશનર સાદ ખટ્ટકે કહ્યું કે, “બુરખા પર પ્રતિબંધ શ્રીલંકા અને વિશ્વભરના મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડશે. કોરોના રોગચાળાને લઈ શ્રીલંકા પહેલેથી જ આર્થિક મુશ્કેલીમાં છે. આવા સમયમાં આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં સુરક્ષાના નામે આવા વિભાજનકારી પગલા લેવાથી દેશમાં લઘુમતીઓના માનવાધિકાર પર સવાલો ઉભા થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Sri Lankaના પબ્લિક સિક્યુરિટી મંત્રીએ ત્રણ દિવસ પહેલા સરકારના બુરખા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે માહિતી આપી હતી. જેની પર આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી પાકિસ્તાન તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. ખટ્ટકે આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રીલંકાની છબીના પડકારો વિશે વાત કરી હતી. વાસ્તવમાં શ્રીલંકાના માનવાધિકારના રેકોર્ડ પર એક અઠવાડિયા પછી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ સુનાવણી છે. જેમાં સભ્ય દેશો પણ મતદાનમાં ભાગ લેશે. પાકિસ્તાન યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલનો સભ્ય દેશ છે અને પાકિસ્તાની હાઈ કમિશનર તેની તરફ જ નિર્દેશ કરે છે.

 

સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકામાં માનવ અધિકાર રેકોર્ડ પર લાવનારા પ્રસ્તાવમાં વર્ષ 2021માં માનવ અધિકાર ઉચ્ચાયુક્તના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, શ્રીલંકામાં મુસ્લિમ અને તમિલો હાંસિયામાં ધકેલાયા છે. તેમને નેશનલ વિઝન અને સરકારી નીતિઓથી બહાર રાખવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારના ઉચ્ચ પદો પરથી ભેદભાવભરી નીતિઓનું સમર્થન મળતા ધ્રુવીકરણ અને હિંસાનો ભય વધ્યો છે.

 

આ પણ વાંચો: Rajkot: બેડી માર્કેટયાર્ડમાં ચણાની મબલખ આવક, 5 દિવસ માટે આવક બંધ કરાઈ

Next Article