પાકિસ્તાન: ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી

પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. તેમાં સૌથી વધારે સંખ્યા અફઘાની લોકોની હતી, જે અંદાજે 17 લાખ જેટલી છે. પાક સરકારે દેશ છોડવા માટે 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે વિદેશી લોકો દેશ નહીં છોડે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

પાકિસ્તાન: ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી
Afghanistan Citizen
| Edited By: | Updated on: Nov 06, 2023 | 5:10 PM

પાકિસ્તાનમાંથી લાખો અફઘાની લોકો પોતાના દેશ પરત જઈ રહ્યા છે. પાકિસ્તાન સરકાર દ્વારા આપેલા આદેશ બાદથી ધરપકડ બચવા અને દેશ નિકાલ થાય તે પહેલા અફઘાનીસ્તાન જઈ રહેલા લોકોની સ્થિતિ બહું જ ખરાબ થઈ છે. પાકિસ્તાન બોર્ડર ક્રોસ કર્યા બાદ તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની પાસે ખાવા-પીવા જેવી જરૂરી વસ્તુઓ પણ નથી. જેના કારણે તેઓ ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

અફઘાની નાગરિકો પાસે રહેવા માટે ઘર નથી અને ખાવા માટે ભોજન નથી. તેઓ આવી સ્થિતિમાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી રહ્યા છે. માસુમ બાળકો માટે પણ ભોજન માટે તડપી રહ્યા છે.

કેમ્પમાં ભોજન કે વીજળીની સુવિધા નથી

સરકારના આદેશ બાદ અફઘાની લોકો છેલ્લા 4-5 દિવસથી તોરખમ અને ચમન વિસ્તારની સરહદ પાર કરીને પાકિસ્તાનમાંથી જઈ રહ્યા છે. તાલિબાનોએ આ નાગરિકોને રહેવા માટે જુદી-જુદી જગ્યાઓ પર કેમ્પ બનાવ્યા છે, પરંતુ અહીં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. ખુલ્લામાં શૌચ કરવાને કારણે ગંદકી જોવા મળી રહી છે. કેમ્પમાં ભોજન કે વીજળીની સુવિધા નથી.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવાયા કેમ્પ

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સહાય જૂથો દ્વારા અફઘાનિસ્તાનમાં આવતા લોકો માટે કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવી છે, જેથી અહીં રહેતા લોકોને કોઈ સમસ્યા ન આવે.

આ પણ વાંચો : પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો, પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવવામાં આવી, એક પોલીસકર્મી ઘાયલ

પાકિસ્તાને દેશ છોડવાનો આપ્યો હતો આદેશ

પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. તેમાં સૌથી વધારે સંખ્યા અફઘાની લોકોની હતી, જે અંદાજે 17 લાખ જેટલી છે. પાક સરકારે દેશ છોડવા માટે 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે વિદેશી લોકો દેશ નહીં છોડે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. તેથી લાખો અફઘાનીઓ દેશ છોડીને જઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો