ભારતની દરેક ઉપલબ્ધિ પર પાકિસ્તાનમાં (Pakistan) હંમેશા એક એવી વ્યક્તિ હોય છે જે પોતાના જ દેશ પર હાસ્યાસ્પદ ટિપ્પણી માટે વાયરલ (Viral Video) થાય છે. તમને મોમિન સાકિબ યાદ હશે, જે 2019 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પછી તેની રમૂજી ટિપ્પણી માટે વાયરલ થયો હતો. આ વખતે ચંદ્રયાન 3 (Chandrayaan 3) ને લઈને ભારતની મોટી ઉપલબ્ધિ પર પ્રતિક્રિયા આપતા, એક પાકિસ્તાની વ્યક્તિએ કંઈક એવું કહ્યું જેણે સોશિયલ મીડિયા પર માહોલ બનાવી દીધો છે.
ચંદ્રયાન-3 વિશે જ્યારે પાકિસ્તાની યુટ્યુબર સોહેબ ચૌધરીએ આ વ્યક્તિને સવાલ કર્યો તો તેણે હસતાં હસતાં પોતાના દેશની ખામીઓ ગણાવી અને તેની મજાક ઉડાવી હતી. તે વ્યક્તિએ કહ્યું કે, આપણે ચંદ્ર પર જ જીવીએ છીએ. તેના પર યુટ્યુબર પૂછે છે કે કેવી રીતે? વ્યક્તિ જવાબ આપે છે કે, ત્યાં વીજળી અને પાણી નથી, તે અહીં (પાકિસ્તાન) પણ નથી. ત્યારબાદ પોતાના દેશને ટોણો મારતા તે કહે છે કે, તેઓ (ભારત) પૈસા ખર્ચીને જાય છે, અમે તો પહેલેથી જ ચંદ્ર પર છીએ.
Meanwhile, the Sense of Humor of Pakistani People are always top class. This on Chandrayaan pic.twitter.com/Y127YPeyIv
— Joy (@Joydas) August 23, 2023
હવે આ પાકિસ્તાની વ્યક્તિની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોય નામના યુઝરે @Joydas ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો અને લખ્યું કે, પાકિસ્તાની લોકોની રમૂજની ભાવના હંમેશા ટોપ ક્લાસ હોય છે. હવે ચંદ્રયાનને લઈને આ વ્યક્તિની પ્રતિક્રિયા જુઓ.
તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટ, બુધવારે સાંજે 6.04 કલાકે ભારતે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારત આવું કરનાર પ્રથમ દેશ છે. વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ એટલું સરળ નહોતું. તેથી, દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્ર મિશન પર કેન્દ્રિત હતી.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો