Pakistan News: પાકિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલિયો રસીકરણ ટીમના મહિલા કાર્યકર સહિત ચાર સભ્યોનું કર્યું અપહરણ

જિલ્લા પોલીસ અધિકારી ઈફ્તિખાર અલીએ કહ્યુ હતું કે, અપહરણકર્તાઓ પોલિયો ટીમના સભ્યોને તેના વાહન સાથે અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ એક મહિલા કાર્યકર અને ડ્રાઈવરને છોડી દીધા હતા. બે પુરૂષ કાર્યકર્તા હજુ પણ અપહરણકર્તાઓની કસ્ટડીમાં છે. પોલીસે તેઓની શોધખોળ કરી રહ્યા છે અને જુદી-જુદી જગ્યાઓ પર દરોડા પાડી રહ્યા છે. હાલના દિવસોમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે.

Pakistan News: પાકિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલિયો રસીકરણ ટીમના મહિલા કાર્યકર સહિત ચાર સભ્યોનું કર્યું અપહરણ
Pakistan News
| Edited By: | Updated on: Oct 18, 2023 | 6:20 PM

પાકિસ્તાનના (Pakistan) અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ પોલિયો રસીકરણ અભિયાનની ટીમમાં સામેલ 4 સભ્યોનું અપહરણ (Kidnapped) કર્યું છે. આ ઘટના બાદ પોલિયો રસીકરણ ટીમના બે સભ્યોને અપહરણ કરનારા દ્વારા છોડી દેવામાં આવ્યા હતા.

મહિલા કાર્યકર સહિત ટીમના ચાર સભ્યોનું અપહરણ

પોલીસે દ્વારા આ ઘટના અંગેની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિકારી ઈફ્તિખાર અલીના જણાવ્યા મૂજબ, આ ઘટના ટાંક જિલ્લાના કારી ઉમર ખાન ગામમાં બની હતી. આ જિલ્લામાં સઘન સુરક્ષા વચ્ચે ચાલી રહેલા રસીકરણ અભિયાન દરમિયાન અપહરણકારોએ એક મહિલા કાર્યકર સહિત ટીમના ચાર સભ્યોનું અપહરણ કર્યું હતું.

બે પુરૂષ કાર્યકર્તા હજુ પણ અપહરણકર્તાઓની કસ્ટડીમાં

જિલ્લા પોલીસ અધિકારી ઈફ્તિખાર અલીએ કહ્યુ હતું કે, અપહરણકર્તાઓ પોલિયો ટીમના સભ્યોને તેના વાહન સાથે અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ એક મહિલા કાર્યકર અને ડ્રાઈવરને છોડી દીધા હતા. બે પુરૂષ કાર્યકર્તા હજુ પણ અપહરણકર્તાઓની કસ્ટડીમાં છે. પોલીસે તેઓની શોધખોળ કરી રહ્યા છે અને જુદી-જુદી જગ્યાઓ પર દરોડા પાડી રહ્યા છે.

આ પણ વાંચો : Pakistan News: કરાચીમાં દુકાનની બહાર કરવામાં આવ્યો ગ્રેનેડથી હુમલો, ઘટનામાં એકનું મોત અને છ લોકો થયા ઘાયલ

પાકિસ્તાનમાં પોલિયો મોટી સમસ્યા

હાલના દિવસોમાં પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ કરનારી જુદી-જુદી ટીમ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આ હુમલામાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, પાકિસ્તાન એ બે દેશોમાંથી એક છે જ્યાં પોલિયો હજુ પણ સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો