પાકિસ્તાનના પેશાવરમાં 30 જાન્યુઆરીએ એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કરનાર હુમલાખોરની સીસીટીવી તસવીરો સામે આવી છે. તસવીરોમાં આત્મઘાતી હુમલાખોર પોલીસના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેણે હેલ્મેટ પણ પહેરી છે. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. હુમલાખોરે જે સમયે હુમલો કર્યો તે સમયે મસ્જિદ પરિસરમાં 400થી વધુ લોકો હાજર હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ખૈબર પખ્તુનખ્વા પોલીસ ચીફ મોજમ જહાં અંસારીએ ગુરુવારે આ ઘટના અંગે માહિતી આપતા ઘણા મોટા ખુલાસા કર્યા છે. અંસારીએ કહ્યું કે હુમલા સમયે આત્મઘાતી હુમલાખોરે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ તપાસ હુમલા પાછળના આતંકી નેટવર્કને બહાર કાઢવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
સુરક્ષામાં ક્ષતિ હોવાનું સ્વીકાર્યું
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે મસ્જિદની દિવાલને ઉડાવી દીધી હતી. અન્સારીએ મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પાછળ પોલીસ સુરક્ષામાં ક્ષતિ હોવાનું પણ સ્વીકાર્યું છે. તેણે કહ્યું કે હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં હોવાથી મસ્જિદ પરિસરમાં તૈનાત પોલીસકર્મીઓ તેની તપાસ કરી શક્યા નહીં.
આ સિવાય પોલીસે એવું પણ કહ્યું છે કે ઘટનાસ્થળેથી જે કપાયેલું માથું મળી આવ્યું હતું તે હુમલાખોરનું હતું. તેણે હેલ્મેટ અને માસ્ક પહેર્યું હતું. પોલીસે જણાવ્યું કે હુમલાખોરને ઓળખવા માટે સીસીટીવીની તસવીરો સ્કેન કરવામાં આવી હતી અને પછી ઘટનાસ્થળે મળેલા કપાયેલા માથા સાથે મેચ કરવામાં આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ પાસેથી જ મસ્જિદનો રસ્તો પૂછવામાં આવ્યો હતો.
પાકિસ્તાની મીડિયા ‘ધ ડોન’એ પોલીસ વડાને ટાંકીને જણાવ્યું છે કે આત્મઘાતી હુમલાખોર બાઈક પર મુખ્ય ગેટથી ઘૂસ્યો હતો. આ પછી તેણે ત્યાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલને પૂછ્યું કે મસ્જિદ ક્યાં છે. મતલબ કે આત્મઘાતી બોમ્બર મસ્જિદ વિસ્તારથી પરિચિત ન હતો. તેને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેની પાછળ એક આખું નેટવર્ક છે.
(ઇનપુટ-ભાષાંતર)
Published On - 4:36 pm, Thu, 2 February 23