G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અનેક રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો (Prince Mohammad Bin Salman) સમાવેશ થાય છે. તેના ભારત આવવાથી પાકિસ્તાનમાં (Pakistan) ભારે ગભરાટ છે. તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ એક દિવસ ભારતમાં રોકાશે. ભારતે પણ તેમને રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાન સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાનને ભારતથી પરત ફરતી વખતે પાકિસ્તાનમાં જ રોકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઓફિસના સૂત્રોએ આ શક્યતાને નકારી નથી. પાકિસ્તાન પ્રિન્સને પોતાના દેશની મુલાકાતે આવે તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ તેમની ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન બંને આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. પાકિસ્તાની સૂત્રનું કહેવું છે કે, કે બંને દેશો પ્રિન્સની પાકિસ્તાનની મુલાકાતને સીક્રેટ રાખવાનું ઈચ્છે છે. ક્રાઉન પ્રિન્સ G-20 સમિટ બાદ એક દિવસ ભારતમાં રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, આ કારણથી જ પાકિસ્તાન માટે સાઉદી અરેબિયાના પ્રિન્સ પાકિસ્તાનની મુલાકાત લે તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : Pakistan News: સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન
હાલમાં પાકિસ્તાન આર્થિક કટોકટી સામે લડી રહ્યુ છે. મોંઘવારીથી લોકો પરેશાન છે અને ખાદ્ય ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે. આ સાથે જ રાજકીય સંકટે પણ મુશ્કેલીઓ વધારી છે. પાકિસ્તાનની હાલત નાદાર જેવી થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બેલઆઉટ પેકેજ પર નિર્ભર દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતા અનુભવી રહ્યો છે.
અમેરિકા સહિતના ઘણા દેશ ભારત-પાકિસ્તાન વચ્ચેના અણબનાવ મુદ્દે નિવેદનો આપતા હતા. પરંતુ હવે આ દેશો ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પર વિચાર કરી રહ્યા છે. તેથી પાકિસ્તાન આ બાબતે ચિંતિત છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો