પાકિસ્તાનમાં (Pakistan) રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિવાદ બે કાયદાથી શરૂ થયો છે. સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો. બંધારણીય નિયમો અનુસાર, બિલ પોતે જ કાયદા બની ગયા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદ દ્વારા પસાર કરાયેલા બે બિલને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.
સરકારે બે કાયદામાં સુધારો કરીને દેશ અને સેના વિરુદ્ધ કામ કરનારાઓને આકરી સજાની જોગવાઈ કરી છે. પાકિસ્તાનના કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિના પગલાને ગેરબંધારણીય ગણાવ્યો છે. બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ બિલને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઈમરાનના સમર્થક રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો.
આરિફ અલ્વીએ પોતે સોશિયલ મીડિયા સાઇટ X (ટ્વિટર) પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અલ્લાહ મને જોઈ રહ્યો છે. મેં ઓફિશિયલ સિક્રેટ એમેન્ડમેન્ટ બિલ-2023 અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ-2023 પર હસ્તાક્ષર કર્યા નથી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું આ કાયદાઓ સાથે સહમત નથી. મેં મારા સ્ટાફને બિલને પરત કરવા કહ્યું, પરંતુ આજે મને ખબર પડી કે મારા સ્ટાફે મારા આદેશોનું પાલન કર્યું નથી.
As God is my witness, I did not sign Official Secrets Amendment Bill 2023 & Pakistan Army Amendment Bill 2023 as I disagreed with these laws. I asked my staff to return the bills unsigned within stipulated time to make them ineffective. I confirmed from them many times that…
— Dr. Arif Alvi (@ArifAlvi) August 20, 2023
પાકિસ્તાનના કાયદા મંત્રાલયનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે બે વિકલ્પ છે. તેઓ અવલોકન અથવા સૂચન સાથે બિલોને સંસદમાં પાછા મોકલે અન્યથા તેઓ મંજૂર કરે. રાષ્ટ્રપતિએ આ બંને નિયમોનું પાલન કર્યું નથી. પાકિસ્તાનનું બંધારણ એવી જોગવાઈ કરે છે કે જો રાષ્ટ્રપતિ 10 દિવસની અંદર કોઈપણ બિલ પર હસ્તાક્ષર ન કરે અથવા તેને અવલોકનો અથવા સૂચનો સાથે સંસદમાં પાછું ન મોકલે અને બિલ રાષ્ટ્રપતિ પાસે રહે તો તે આપોઆપ કાયદો બની જાય છે.
આ પણ વાંચો : Pakistan News : પાકિસ્તાનના પૂર્વ માનવાધિકાર મંત્રીની પુત્રીની ધરપકડ, માતાએ ધરપકડને અપહરણ ગણાવ્યું
તેથી જ રાષ્ટ્રપતિએ તેમના સ્ટાફને આ બિલો પાછા મોકલવાનું કહ્યું હતું પરંતુ સ્ટાફે તેમ કર્યું ન હતું. તેના પરથી સમજી શકાય છે કે રાજકીય રીતે મજબૂત સેના રાષ્ટ્રપતિની ઓફિસની પણ સુરક્ષા કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો