Pakistan News: આર્થિક સંકટ વચ્ચે દેશના રાષ્ટ્રપતિએ પગાર વધારાની માગ કરી, જાણો કેટલો પગાર વધારો માંગ્યો

રાષ્ટ્રપતિના સચિવાલયે તેના લશ્કરી સચિવાલય દ્વારા સચિવ કેબિનેટને એક પત્ર લખીને સુધારાને લાગુ કરવાની માગ કરી હતી. તેણે રાષ્ટ્રપતિના પગાર, ભથ્થા અને વિશેષાધિકારો (સુધારા) અધિનિયમ, 2018ની ચોથી અનુસૂચિમાં સુધારાની માગ કરી હતી. રાષ્ટ્રપતિએ ચીફ જસ્ટિસના પગારમાં વધારાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં રાષ્ટ્રપતિની માગને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસના પગારમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે.

Pakistan News: આર્થિક સંકટ વચ્ચે દેશના રાષ્ટ્રપતિએ પગાર વધારાની માગ કરી, જાણો કેટલો પગાર વધારો માંગ્યો
Arif Alvi - Pakistan President
| Edited By: | Updated on: Aug 31, 2023 | 4:09 PM

પાકિસ્તાન (Pakistan) ભલે આર્થિક સંકટમાં ફસાયું હોય પરંતુ દેશના રાષ્ટ્રપતિ પગાર વધારાની માગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ (Arif Alvi) દર મહિને 12 લાખ રૂપિયાનો પગાર માંગ્યો છે. તેણે 2021 અને 2023 માટે બે પગાર વધારાની માગ કરી છે. રાષ્ટ્રપતિને હાલમાં 2800 ડોલર એટલે કે પાકિસ્તાની રૂપિયામાં 8,46,550 રૂપિયા મળે છે. 2021 માટે તેણે 1,024,325 રૂપિયા અને 2023 માટે 1,229,190 રૂપિયા પ્રતિ માસની માંગણી કરી છે.

ચીફ જસ્ટિસના પગારમાં બે વખત વધારો કરવામાં આવ્યો

આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિના સચિવાલયે તેના લશ્કરી સચિવાલય દ્વારા સચિવ કેબિનેટને એક પત્ર લખીને સુધારાને લાગુ કરવાની માગ કરી હતી. તેણે રાષ્ટ્રપતિના પગાર, ભથ્થા અને વિશેષાધિકારો (સુધારા) અધિનિયમ, 2018ની ચોથી અનુસૂચિમાં સુધારાની માગ કરી હતી. રાષ્ટ્રપતિએ ચીફ જસ્ટિસના પગારમાં વધારાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં રાષ્ટ્રપતિની માગને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસના પગારમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે પગાર વધારાને સમર્થન આપ્યું

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેબિનેટ વિભાગ દ્વારા આ મામલો પાછળથી કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેણે 18 ઓગસ્ટે પ્રક્રિયા વધારવાની ભલામણ કરી હતી. કાયદા મંત્રાલયે સ્પષ્ટતા કરી કે સરકાર પાસે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન દ્વારા ચોથી અનુસૂચિમાં સુધારો કરવાની સત્તા છે. નાણા વિભાગે પણ પગાર વધારાને સમર્થન આપ્યું છે.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસને મળ્યો પગાર વધારો

પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી આર્થિક સંકટની ઝપેટમાં છે. આ દરમિયાન પાકિસ્તાનમાં લોકો વધુ ગરીબ બની ગયા. પાકિસ્તાનમાં લોકો ખોરાક પર નિર્ભર બની ગયા છે. દરમિયાન લોકો અનાજ માટે લડી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. અનાજની લૂંટ ચલાવતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે, અહીંની કંપનીઓએ આ વખતે તેમના કર્મચારીઓને પગાર વધારો આપ્યો નથી.

આ પણ વાંચો : Pakistan Viral Video: પાકિસ્તાનીઓના કાબુ બહાર હવે જાનવરો પણ, રસ્તા પર ફરતો જોવા મળ્યો સિંહ !

જો કે પાકિસ્તાનમાં ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. જેને ટાંકીને હવે રાષ્ટ્રપતિએ પોતાની માંગણી મૂકી છે. હાલમાં મુખ્ય ન્યાયાધીશને દર મહિને 12 લાખ રૂપિયાથી વધુનો પગાર મળે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો