Pakistan : ઈમરાન ખાન અને તેના વિશ્વાસુ શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ નવો કેસ દાખલ, આ આરોપો લગાવાયા

ઈસ્લામાબાદ પોલીસે પીટીઆઈના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ સહિત વિવિધ આરોપો પર ચાર અલગ અલગ કેસ નોંધ્યા હતા અને બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી હતી.

Pakistan : ઈમરાન ખાન અને તેના વિશ્વાસુ શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ નવો કેસ દાખલ, આ આરોપો લગાવાયા
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:24 AM

પાકિસ્તાનની સંઘીય રાજધાની પોલીસે ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાન અને તેમના નજીકના સાથીદાર શાહ મહેમૂદ કુરેશી સહિત ડઝનેક સમર્થકો સામે ત્રણ અલગ-અલગ આતંકવાદ સંબંધિત કેસ દાખલ કર્યા છે. પાકિસ્તાની અખબાર ડોને આ વાતની જાણકારી આપી છે.

ઈસ્લામાબાદ પોલીસે પીટીઆઈના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ સહિત વિવિધ આરોપો પર ચાર અલગ અલગ કેસ નોંધ્યા હતા અને બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ નવા કેસ એવા સમયે આવ્યા છે જ્યારે ઈમરાન ખાન પહેલાથી જ તોશખાના કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટનો સામનો કરી રહ્યા છે. ભારા કહુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં, હામિદ જમાન કિયાની, નસીમ અબ્બાસી, શેખ લિયાકત અને ચૌધરી તારિક સહિત 40 અજાણ્યા લોકો સામે શહેરમાં નાગરિક હંગામો મચાવવાની કલમ 21(i) (સહાય અને ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખન્ના અને ભારા કહુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પીટીઆઈ કાર્યકર્તાઓની કાર્યવાહી માટે ઈમરાન ખાન અને શાહ મેહમૂદ કુરેશીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ફરિયાદકર્તાઓએ કહ્યું કે પીટીઆઈના કાર્યકરોએ દુકાનદારોને ધમકાવ્યા અને તેમની દુકાનો બંધ કરવા દબાણ કર્યું. એફઆઈઆરમાં જણાવાયું છે કે પીટીઆઈ કાર્યકર્તાઓએ કહ્યું કે તેઓ ઈમરાન ખાન અને શાહ મહેમૂદ કુરેશીના આદેશનું પાલન કરી રહ્યા છે.

જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે બુધવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે તોશાખાના કેસમાં જાહેર કરાયેલ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટને સ્થગિત કરવાની પીટીઆઇ અધ્યક્ષની અરજીને ફગાવી દીધી હતી. અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઝફર ઈકબાલે અગાઉના અનામત ચુકાદો જાહેર કર્યો હતો. સંબંધિત સત્તાવાળાઓને પૂર્વ વડા પ્રધાન ઈમારન ખાનની ધરપકડ કરવા અને તેમને 18 માર્ચે કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો.