બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર News9 Plusના ખુલાસાથી ગભરાયું પાકિસ્તાન

|

Feb 07, 2023 | 10:42 PM

પાકિસ્તાને News9 Plus પર બતાવવામાં આવી રહેલી 'બલૂચિસ્તાન - બાંગ્લાદેશ 2.0' સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો હતો, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) એ 25 ડિસેમ્બર 2022ના રોજ ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી હતી.

બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર News9 Plusના ખુલાસાથી ગભરાયું પાકિસ્તાન
Human rights abuse in Balochistan
Image Credit source: TV9 Digital

Follow us on

બલૂચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પર News9 Plusના ઘટસ્ફોટથી પાકિસ્તાન ડરી ગયું છે. તે ઈચ્છે છે કે દુનિયા બલૂચિસ્તાનની જમીની વાસ્તવિકતા વિશે ન જાણે. એટલા માટે પાકિસ્તાન સરકારે ટ્વિટર પર તેની ફરિયાદ કરીને કવરેજને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને ટ્વિટર પાસેથી નિરાશા સાંપડી હતી.

આ પણ વાંચો: ભારત પ્રત્યે યુક્રેનનું બદલાયું વલણ, અમેરિકાને કહીને ભારત પર પ્રતિબંધ લાદવાની કરી રહ્યું છે વાત, જાણો કેમ?

વાસ્તવમાં, પાકિસ્તાને News9 Plus પર બતાવવામાં આવી રહેલી ‘બલૂચિસ્તાન – બાંગ્લાદેશ 2.0‘ સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો હતો, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) એ 25 ડિસેમ્બર 2022ના રોજ ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી હતી અને ડોક્યુમેન્ટ્રી સીરિઝ સામે વાંધો ઉઠાવતા પાકિસ્તાને કાયદાનું ઉલ્લંઘન કરનારૂ કહ્યું હતું.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

બીજું બાંગ્લાદેશ બની રહ્યું છે બલૂચિસ્તાન

ટ્વિટરે તાજેતરમાં બલૂચિસ્તાન સીરિઝ સામે મળેલી ફરિયાદ અંગે 5 ફેબ્રુઆરીએ News9 Plusના એક્ઝિક્યુટિવ એડિટર આદિત્ય રાજ ​​કૌલનો સંપર્ક કર્યો હતો. આદિત્ય રાજ ​​કૌલ આ સિરીઝના ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે આ ડોક્યુમેન્ટરી સીરિઝ માટે News9 Plusની ટીમે પાકિસ્તાની આર્મી અને ફ્રન્ટીયર કોર્પ્સના તમામ અવરોધોને પાર કરીને સમગ્ર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જેમાં સામે આવ્યું કે બલૂચ લોકો પર કેવી રીતે અત્યાચાર થઈ રહ્યો છે, કેવી રીતે આ પ્રાંત પરેશાન થઈ રહ્યો છે અને બીજું પૂર્વ પાકિસ્તાન બની રહ્યું છે, જે 1971માં પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશ બન્યું હતું.

ગુસ્સામાં છે બલૂચ વિદ્રોહી

બલૂચિસ્તાનમાં ચીનની રોકાણ યોજનાઓ અંગે બલૂચ વિદ્રોહી વધુને વધુ ગુસ્સે થઈ રહ્યા છે, એટલા ચીની નાગરિકો સામે હિંસક હુમલાઓ વધી રહ્યા છે. હકીકતમાં બેઈજિંગ તેના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં રોકાણનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું છે. તે પ્રાંતમાંથી પસાર થઈ રહ્યો છે, એટલા માટે સ્થાનિક લોકોના અસ્વીકારને કારણે બલૂચિસ્તાનનો ગુસ્સો વધી રહ્યો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો

ડોક્યુમેન્ટ્રીના ડાયરેક્ટર આદિત્ય રાજ ​​કૌલે જણાવ્યું હતું કે ‘અમે પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ દ્વારા બલૂચ લોકો પર થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ કરી રહ્યા છીએ, ડોક્યુમેન્ટ્રીમાં અમે સમગ્ર પ્રાંતના કાર્યકરો, પત્રકારો અને સામાન્ય લોકો સાથે વાત કરી હતી. ચીની વસાહતમાં ફેરવાઈ જવાના પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. બલૂચિસ્તાન ડોક્યુમેન્ટ્રી સીરીઝ પર પાકિસ્તાનનો વાંધો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે. તે એ સવાલોની પુષ્ટિ પણ કરે છે જે ન્યૂઝ 9 પ્લસની ટીમે ઉઠાવ્યા છે.

ટ્વિટરે પાકિસ્તાનની ફરિયાદને ફગાવી દીધી

ટ્વિટરે News9 Plusની આ સીરિઝ રોકવાની પાકિસ્તાનની વિનંતીને નકારી કાઢી હતી. અગાઉ ઓક્ટોબર 2022 માં, પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ 26/11ના માસ્ટરમાઇન્ડ અને ISI એસેટ સાજિદ મીર પર ન્યૂઝ9 પ્લસની કહાની ‘ઇન્ટરકોન્ટિનેન્ટલ ટેરરિસ્ટ’ માટે આદિત્ય રાજ ​​કૌલ સહિત સોશિયલ મીડિયાની અવાજ અને પત્રકારોને ટ્રેક કરવા અને તેમની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. વિશ્વ મીડિયાને ચૂપ કરવા અને તથ્યો છુપાવવાના પાકિસ્તાનના પ્રયાસો દર્શાવે છે કે પાકિસ્તાન બલૂચિસ્તાનને વૈશ્વિક મીડિયાથી કેવી રીતે દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Next Article