પાકિસ્તાનમાં લાઈવ મેચ દરમિયાન જોરદાર બ્લાસ્ટ, સ્ટેડિયમમાં મચી અફડાતફડી, ત્રણ લોકો ઘાયલ

|

Jul 30, 2022 | 9:39 PM

પાકિસ્તાનના (Pakistan)બલૂચિસ્તાનમાં ફૂટબોલ મેચ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે.

પાકિસ્તાનમાં લાઈવ મેચ દરમિયાન જોરદાર બ્લાસ્ટ, સ્ટેડિયમમાં મચી અફડાતફડી,  ત્રણ લોકો ઘાયલ
રમત-જગતમાં હાલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો હાઈ વોલ્ટેજ રહ્યો છે. ક્રિકેટના મેદાનમાં બંન્ને ટીમો 2 વખત ટક્કરાઈ ચૂકી છે. પ્રથમ વખત ભારતે જીત મેળવી તો બીજી વખત જીત પાકિસ્તાનના ખાતમાં ગઈ હતી. ભારત હવે 2 દિવસ પછી ફરી પાકિસ્તાન સામે ટક્કર થશે પરંતુ આ વખતે મેદાન ક્રિકેટનું નહિ પરંતુ ફુટબોલનું હશે. મેદાન પર ઉતરશે ભારતીય મહિલા ટીમ
Image Credit source: Twitter

Follow us on

પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં ફૂટબોલ મેચ દરમિયાન જોરદાર બ્લાસ્ટ (Blast) થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે (Police)જણાવ્યું કે વિસ્ફોટ તુર્બત સ્ટેડિયમની અંદર ત્યારે થયો, જ્યારે બે સ્થાનિક ટીમો વચ્ચે સ્થાનિક ફૂટબોલ મેચ ચાલી રહી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ ફાયરિંગ થયું હતું. જેના કારણે સ્ટેડિયમમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

વિસ્ફોટની માહિતી મળતાં જ બચાવ ટુકડીઓ અને કાયદા અમલીકરણ ટીમોને તાત્કાલિક વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ક્વેટાના તુર્બત સ્ટેડિયમની બહાર ગ્રેનેડ વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ફૂટબોલ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. ત્યારે શહેરના એરપોર્ટ રોડ પર બ્લાસ્ટ થયો હતો. બે દિવસમાં આ બીજી વખત છે જ્યારે સ્ટેડિયમમાં બ્લાસ્ટ થયો છે. આ પહેલા શુક્રવારે તાલિબાને શનિવારે પુષ્ટિ કરી હતી કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે નાગરિકોના મોત થયા છે.

આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ એવી આશંકા છે કે તાલિબાનના મુખ્ય હરીફ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ આ હુમલો કર્યો હોઈ શકે છે. આ પહેલા કાબુલના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે બપોરે ગ્રેનેડ બ્લાસ્ટમાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ સમયે મેચ જોવા માટે સેંકડો લોકો હાજર હતા.

હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા

તાલિબાન દ્વારા નિયુક્ત કાબુલ પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને શનિવારે જણાવ્યું હતું કે બે લોકોના મોત થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બંને લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું કે પછી હોસ્પિટલમાં. બ્લાસ્ટના કારણે બેન્ડ-એ-આમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી વચ્ચેની ક્રિકેટ મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. જોકે બાદમાં મેચ ફરી શરૂ થઈ હતી.

Next Article