તાલિબાન સાથે સંપર્કમાં છે નાપાક પાકિસ્તાન, ટોપ સૈન્ય અધિકારીએ બતાવ્યું આ પાછળનું કારણ

|

Sep 21, 2021 | 4:46 PM

અફઘાનિસ્તાન (afghanistan) પર કબ્જો કર્યા બાદ પાકિસ્તાન (Pakistan) હંમેશા તાલિબાનને (Taliban) સમર્થન આપતું રહ્યું છે. હવે દેશના ટોચના લશ્કરી અધિકારીએ કહ્યું છે કે પાકિસ્તાન તાલિબાન સાથે સતત સંપર્કમાં રહે છે.

તાલિબાન સાથે સંપર્કમાં છે નાપાક પાકિસ્તાન, ટોપ સૈન્ય અધિકારીએ બતાવ્યું આ પાછળનું કારણ
File photo

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબ્જો કરી લીધા બાદ સૌથી વધુ ખુશ હોય તો તે છે પાકિસ્તાન. પાકિસ્તાન હંમેશા તાલિબાનને સમર્થન આપે છે. પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે તેમનો દેશ અફઘાન તાલિબાન સાથે નિરંતર સંપર્કમાં છે.

 

સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે (Major General Babar Iftikhar) કહ્યું કે તાલિબાને અનેક પ્રસંગો પર પુનરાવર્તન કર્યું છે કે કોઈ પણ જૂથ અથવા આતંકવાદી સંગઠનને પાકિસ્તાન સહિત કોઈપણ દેશ સામે કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ માટે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

 

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે તેમના ઈરાદા પર શંકા કરવાનું કોઈ કારણ નથી અને તેથી અમે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તેમની સાથે સતત સંપર્કમાં છીએ.’ એક મોટી ચિંતા પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની હાજરી છે.

 

અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓ અને અફઘાન તાલિબાન વચ્ચે સરહદ પાર કરીને ખબરમાં કહેવામાં આવ્યું છે કે અવાંછિત તત્વોએ સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કરવાથી રોકવા માટે નવા સીમા નિયંત્રણ ઉપાયોથી લઈને પાકિસ્તાની અધિકારી અને અફઘાન તાલિબાન વચ્ચે બેઠક થઈ હતી.

 

ટીટીપીના હુમલામાં વધારો

સમાચાર અનુસાર અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પાકિસ્તાનમાં ટીટીપી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે પાકિસ્તાની અધિકારીઓ આ માટે અફઘાન તાલિબાનને જવાબદાર ઠેરવવા તૈયાર નથી. મેજર જનરલ ઈફ્તિખરે રેખાંકિત કર્યું કે અફઘાનિસ્તાન સાથેની 2,600 કિલોમીટર લાંબી સરહદ પર ફેન્સિંગનું કામ ચાલી રહ્યું છે.

 

“અમારો ઉદ્દેશ હંમેશા સરહદની આ બાજુનું વધુ સારી રીતે સંચાલન કરવાનો રહ્યો છે. આ પ્રદેશની ભૂપ્રદેશ અને અન્ય મુશ્કેલીઓને કારણે પાકિસ્તાન-અફઘાન સરહદે ફેન્સિંગ એક મહત્વની જવાબદારી હતી.

 

90 ટકા જગ્યા પર વાડ

ઈફ્તિખારે કહ્યું ‘તમામ મુશ્કેલીઓ છતાં પાકિસ્તાને સરહદ પર 90 ટકા ફેન્સીંગનું કામ પૂર્ણ કર્યું છે. બોર્ડર મેનેજમેન્ટમાં સતત સુધારો થઈ રહ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે નજીકના ભવિષ્યમાં તે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તાલિબાને 6 સપ્ટેમ્બરના રોજ પંજશીર પ્રાંતમાં પણ જીતનો દાવો કર્યો હતો, જ્યાં હરીફ દળો તેની સામે લડી રહ્યા હતા.

 

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નેતૃત્વ હેઠળના દળોને પાછો ખેંચવાની પૃષ્ઠભૂમિમાં દેશના મહત્વના શહેરોનો કબજો લીધા બાદ તાલિબાને 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો હતો. તાલિબાને 6 સપ્ટેમ્બરના રોજ પંજશીર પ્રાંતમાં પણ જીતનો દાવો કર્યો હતો, જ્યાં હરીફ દળો તેની સામે લડી રહ્યા હતા.

 

આ પણ વાંચો : Gandhinagar : પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરાશે : પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા

 

આ પણ વાંચો : Surat : કોરોના સામે લડીને સાજા થયા બાદ બ્રેઈનડેડ થયેલ વ્યક્તિએ, ફેફસાં, કિડની, લિવર, ચક્ષુદાન કરીને છ વ્યક્તિને આપ્યુ નવજીવન

Next Article