Pakistan: અમેરિકા પર આક્ષેપ કરનાર ઈમરાન ખાન હવે સંબંધો સુધારશે, PTIનો યુએસ કંપની સાથે કરાર

|

Mar 23, 2023 | 8:50 PM

એવું નથી કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ પહેલીવાર કોઈ કંપનીની મદદ લીધી હોય. ગયા વર્ષે પણ પીટીઆઈએ પાર્ટીની છબી સુધારવા માટે એક અમેરિકન કંપની સાથે જોડાણ કર્યું હતું.

Pakistan: અમેરિકા પર આક્ષેપ કરનાર ઈમરાન ખાન હવે સંબંધો સુધારશે, PTIનો યુએસ કંપની સાથે કરાર

Follow us on

વોશિંગ્ટનઃ ઈમરાન ખાન સત્તામાં રહ્યા ત્યાં સુધી તેઓ અને તેમની પાર્ટીએ પાકિસ્તાનની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો માટે અમેરિકા પર આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ ઈમરાન ખાનનો આ પ્રયાસ સફળ ન થયો અને તેમની સરકાર પડી ભાગી હતી. જોકે, હવે એવું લાગે છે કે ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ અમેરિકા પર આક્ષેપો કરવાની પોતાની રણનીતિ બદલી છે અને સારા સંબંધો બનાવવાની કવાયતમાં વ્યસ્ત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પાકિસ્તાની મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન હવે અમેરિકાના નીતિ નિર્માતાઓ સાથે સારા સંબંધો બનાવવા માંગે છે અને આ પ્રયાસમાં પાર્ટીની છબી સુધારવા માટે અન્ય એક લોબિંગ ફર્મ સાથે જોડાણ કર્યું છે.

Praia Consultants સાથે કરાર

એક દિવસ પહેલા ગુરુવારે, દસ્તાવેજોથી જાણવા મળ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ યુએસએ, એક વોશિંગ્ટન સ્થિત લોબીંગ ફર્મ, “યુનાઇટેડ સ્ટેટ્સ અને યુએસમાં પાકિસ્તાની લોકો સાથેના સંબંધો સુધારવા અને પરિવર્તન લાવવા” Praia Consultants LLC સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર, 21 ફેબ્રુઆરીએ જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે છ મહિના માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ Praia Consultants ન્યુયોર્ક સિટી, યુએસએ સ્થિત છે અને તે લોબીંગ ફર્મના વિશિષ્ટ ક્લાયન્ટ્સમાંનું એક છે, જેને દર મહિને US $ 8,333 ચૂકવવામાં આવશે.

બંને વચ્ચેના કરાર હેઠળ, કરારની મુદત દરમિયાન, આ કંપની યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સરકાર અને સંસ્થાઓ સાથે પક્ષના સારા સંબંધો અંગે વિશેષ સલાહ આપશે. આટલું જ નહીં, આ કંપની અમેરિકામાં નિર્ણય લેનારી અનેક અગ્રણી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે ઘણી બેઠકોનું આયોજન કરશે. બેઠકોને લગતી સામગ્રી સહિત અનેક બાબતો પણ આપશે.

ગયા વર્ષે Fenton/ Arlook સાથે કરાર કર્યા હતા

આ સિવાય આ કરાર બીજા 6 મહિના માટે એટલે કે 31 જાન્યુઆરી, 2024 સુધી લંબાવી શકાય છે. જો કે, આ કરાર ત્યારે જ લંબાવવામાં આવશે, જ્યારે બંને પક્ષોને આ મામલે કોઈ વાંધો ન હોય અને આ મામલે 30 જૂન સુધીમાં મંજૂરી લેવાની રહેશે.

એવું નથી કે પીટીઆઈએ પહેલીવાર કોઈ કંપનીની મદદ લીધી હોય. ગયા વર્ષે, PTIએ PR ફર્મ, Fenton/Arlook,ને જનસંપર્ક સેવાઓ અને સગવડ પૂરી પાડવા માટે ભાડે રાખ્યા હતા, જેમાં પત્રકારોને સમાચાર વાર્તાઓ પર બ્રિફિંગ અને અન્ય વિવિધ જનસંપર્ક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ માટે PTI દ્વારા Fenton/Arlook ને દર મહિને US $25,000 ચૂકવવામાં આવતા હતા.

(ઇનપુટ-ભાષાંતર)

Next Article