પાકિસ્તાનઃ કરોડો રૂપિયાની ગિફ્ટ વેચીને ઈમરાને કરી અય્યાશી ! હવે વિવાદ ઉભો થતા કહ્યું ‘મારી ગિફ્ટ, મારી મરજી’

|

Apr 19, 2022 | 11:46 AM

Imran Khan Gift Controversy: ઈમરાન ખાન (Imran Khan) પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન છે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા છે.હાલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ગિફ્ટ વેચવાના આરોપોમાં ઘેરાયેલા છે.

પાકિસ્તાનઃ કરોડો રૂપિયાની ગિફ્ટ વેચીને ઈમરાને કરી અય્યાશી ! હવે વિવાદ ઉભો થતા કહ્યું  મારી ગિફ્ટ, મારી મરજી
Imran Khan (File Photo)

Follow us on

Pakistan : આ દિવસોમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)  ગિફ્ટ વેચવાના (Gift Controversy) આરોપોમાં ઘેરાયેલા છે. ઈમરાન ખાન પર આરોપ છે કે તેઓ જ્યારે PM હતા ત્યારે તેમણે 18 કરોડ રૂપિયાના નેકલેસ સહિત અનેક ભેટો વેચી હતી. હાલ ઇમરાને ગિફ્ટ વિવાદ પર પ્રથમ વખત તેની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તે તેમની ગિફ્ટ છે, તેથી તે તેની પસંદગી છે કે તેને રાખવી કે નહીં. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડાએ ઈસ્લામાબાદમાં (Islamabad)  વાતચીત દરમિયાન ગિફ્ટ વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યું, ‘મેરા ગિફ્ટ, મેરી મરજી.’ તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે, જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્રારા હટાવવામાં આવ્યા હોય.

આકરા પાણીએ ઈમરાન મિંયા

અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો ગયા અઠવાડિયે સામે આવ્યો, જ્યારે વડા પ્રધાન શહેબાઝ શરીફે (Shehbaz sharif) કહ્યું કે ઈમરાન ખાને તેમના કાર્યકાળ દરમિયાન દુબઈમાં સરકારી તોશાખાનાની ભેટ 14 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વિશ્વભરના નેતાઓ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 58 ભેટો મળી હતી. જો કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (AFI) પહેલાથી જ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પૂર્વ વડાપ્રધાન ઈમરાને ગિફ્ટ વિવાદ અંગે પૂછવામાં આવેલા એક સવાલ પર કહ્યું, ‘મેરા ગિફ્ટ, મારી ઈચ્છા.’ તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલી ભેટ મેં મારા નિવાસસ્થાને જમા કરાવી છે. મેં તોશાખાનામાંથી જે કંઈ લીધું તે રેકોર્ડ પર છે. મેં કિંમતના 50 ટકા ચૂકવ્યા પછી જ ભેટો ખરીદી છે. ભેટો રાખવા માટે ચૂકવવામાં આવતી કિંમતો 15 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી હતી.વધુમાં તેણે કહ્યું, ‘જો મારે પૈસા કમાવવા હોય તો મેં મારા ઘરને કેમ્પ ઓફિસ તરીકે જાહેર કર્યું હોત, પરંતુ મેં તેમ કર્યું નહીં.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તોશાખાના નિયમો શું કહે છે ?

નિયમો અનુસાર, સરકારી ઓફિસ હોલ્ડિંગ દરમિયાન મળેલી ભેટને અડધી કિંમત ચૂકવીને વ્યક્તિગત મિલકત તરીકે રાખી શકાય છે. સરકારી હોદ્દો ધરાવતા વ્યક્તિએ વિદેશમાંથી મળેલી ભેટ તોશાખાનામાં જમા કરાવવાની હોય છે. જો કોઈ વ્યક્તિ ભેટ અથવા તેની અડધી કિંમત તોશાખાનામાં જમા ન કરાવે અને ભેટ પોતાની પાસે રાખે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ઈમરાન ખાનની સભાઓમાં ભેગી થતી ભીડથી પાકિસ્તાન સેનાને કેમ વળી રહ્યો છે પરસેવો?

Published On - 7:25 am, Tue, 19 April 22

Next Article