ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાન એટલો કંગાળ થઈ ગયો છે કે તેણે પોતાના મિત્ર દેશ ચીન સાથે પણ ખરાબ વર્તન શરુ કરી દીધું છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના મિત્ર દેશ ચીનને તેને શરત વગર આર્થિક સંકટમાં મદદ કરવાની ના પાડી દીધી છે. ચીને કહ્યું છે કે, પાકિસ્તાન સરકારે લોન મેળવવા માટે આઈએમએફના પ્રોગ્રામને લાગૂ કરવો પડશે.
ચીન દ્વારા લોન ન મળતા પાકિસ્તાન સરકારે ચીન તરફ લાલ આંખ બતાવવાની શરુઆત કરી છે. પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારે હજારોની સંખ્યામાં સીપીઈસી યોજનામાં કામ કરતા ચીની નાગરિકોને મફતમાં સુરક્ષા આપવાની ના પાડી દીધી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના બલૂચ વિદ્રોહીઓ ઘણીવાર ચીની નાગરિકો પર હુમલો કરે છે, તેથી તેમને સુરક્ષાની જરુર પડે છે.
પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યમાં રહી રહેલા ચીની નાગરિકોને નિર્દેશ કર્યો છે કે A કેટેગરીની સુરક્ષા માટે તેમણે જાતે જ સુરક્ષા એજન્સીઓને પૈસા આપવા પડશે. ગુરુવારે પંજાબ રાજ્યના ગૃહ મંત્રાલય અને પોલીસની બેઠકમાં સરકારે સાથે કામ કરી રહેલા ચીની નાગરિકો અને પ્રાઈવેટ પ્રોજેક્ટની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
વર્ષ 2014માં પાકિસ્તાનની પંજાબ સરકારે સ્પેશિયલ પ્રોટેક્શન યૂનિટની સ્થાપના કરી હતી. તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પરિયોજનામાં કામ કરતા વિદેશીઓને સુરક્ષા આપવા માટે કામ આપવામાં આવ્યું હતું. તેમાં 3,336 કોન્સ્ટેબલ, 187 ડ્રાઈવર અને 244 પૂર્વ સૈનિક સામેલ છે.
હાલમાં આ યુનિટ 7,567 ચીની નાગરિકોને પાકિસ્તાનમાં સુરક્ષા આપી રહી છે. આ ચીની નાગરિકો સીપીએસી યોજનાના 4 પ્રોજેક્ટ અને નોન સીપીઈસી યોજનાના 27 પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ સુરક્ષાકર્મીઓ ચીની નાગરિકોના 70 ઘરો અને 24 શિબિરની સુરક્ષા કરે છે.
આ પણ વાંચો : Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન…આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો ‘જેહાદી પ્લાન’
In case you don’t get, this Mullah isn’t being sarcastic. He believes what he said.
He is Saad Rizvi, Head TLP- 4th most popular party in Pak that fetched millions of votes.pic.twitter.com/JngijppeGJ
— Pakistan Untold (@pakistan_untold) January 31, 2023
પાકિસ્તાનના એક કટ્ટરપંઠી મૌલાના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંઠી મૌલાના નેતા સાદ રિઝવી કહી રહ્યો છે કે તમે સદર, વઝીર-એ-આઝમ, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને તમામ કેબિનેટને લઈને પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને બચાવવા માટે દુનિયામાં દરેકના દરવાજે જઈને ભીખ માંગી રહ્યા છો. કોઈ તમને આપે છે તો કોઈ ના પાડી છે અને કોઈ પોતાના શરતો રાખે છે. કેમ જઈ રહ્યાં છો તમે ?
તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા હાલમાં ખતરામાં છે. અમે તેને બચાવવા જઈ રહ્યા છીએ. મેં (સાદ રિઝવી) કહ્યું કે, પાકિસ્તાનના રસ્તા પર નીકળવાથી કઈ નહીં થાય. એકવાર બહાર નીકળો, પોતાના ડાબા હાથમાં કુરાન રાખો અને જમણા હાથમાં એટમ બોમ્બ રાખો અને પછી કેબિનેટને લઈને જાણો આખી દુનિયા તમારા પગમાં ન આવી જાય તો મારું નામ બદલી નાંખજો. આ વિવાદિત નિવેદનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.