
પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લાખ પ્રયાસો છતાં સ્થિતિ હાથમાંથી નીકળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. વર્લ્ડ બેંક અનુસાર, સતત આર્થિક આંચકાઓને કારણે પાકિસ્તાનના લગભગ 40 લાખ લોકો ગરીબીની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા પાકિસ્તાને તુરંત વિદેશથી લોનની વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, વિશ્વ બેંકે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને જોતા આવનારા જોખમો અંગે ચેતવણી પણ આપી છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે જો જાહેર દેવાની કટોકટીથી બચવું હોય તો પાકિસ્તાનને વહેલી તકે વિદેશમાંથી લોનની વ્યવસ્થા કરવી પડશે. પાકિસ્તાનના ફ્લેગશિપ રિપોર્ટ પાકિસ્તાન ડેવલપમેન્ટ અપડેટે 29.5 ટકાના સરેરાશ ફુગાવાના દર સાથે સપાટ આર્થિક વૃદ્ધિની આગાહી કરી છે, જે ગંભીર જોખમને રજૂ કરે છે.
ધ ટ્રિબ્યુન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનનું ભવિષ્ય પણ ઘણું અનિશ્ચિત છે. આ વર્ષે માત્ર 0.4 ટકા આર્થિક વૃદ્ધિનો અંદાજ છે, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં 2 ટકા આર્થિક વૃદ્ધિનો અંદાજ છે. તે જ સમયે, રિપોર્ટમાં, આ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દર 29.5 ટકાનો અંદાજ છે, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં 18.5 ટકાનો અંદાજ છે. વિશ્વ બેંકે વર્ષ 2023માં ગરીબીમાં 37.2 ટકાનો વધારો થવાની આગાહી કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં વધારાના 3.9 મિલિયન લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા છે.
આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. આ આર્થિક સંકટની અસર ઘણી વસ્તુઓમાં જોવા મળી રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન પણ ગેસ સપ્લાયની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને ખુદ પાકિસ્તાનના મંત્રીએ કહ્યું હતું કે 24 કલાક ગેસ સપ્લાય કરી શકાય નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દુનિયાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…