અમેરિકા દ્વારા આયોજિત લોકશાહી સમિટમાં પાકિસ્તાને ન લીધો ભાગ, ચીનનું દબાણ જવાબદાર ?

|

Dec 10, 2021 | 6:38 AM

અમેરિકા તરફથી તાઈવાનને આમંત્રણ આપવાને કારણે ચીન પણ આ સમિટના સંગઠનથી નારાજ છે, કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે.

અમેરિકા દ્વારા આયોજિત લોકશાહી સમિટમાં પાકિસ્તાને ન લીધો ભાગ, ચીનનું દબાણ જવાબદાર ?
File photo

Follow us on

પાકિસ્તાને (Pakistan) અમેરિકા દ્વારા આયોજિત લોકશાહી પરની સમિટમાં (Summit for Democracy) ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ઈસ્લામાબાદે આ નિર્ણય ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સાથે મોડી રાત્રે તેના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ લીધો હતો. ગુરુવારે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાને 9-10 ડિસેમ્બરના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આયોજિત સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.

અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 110 દેશોને આમંત્રણ આપ્યું છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી આમંત્રિત કરાયેલા દેશોમાં ભારત, પાકિસ્તાન, માલદીવ્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર 8 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 9-10 ડિસેમ્બર 2021ના રોજ ડિજીટલ રીતે યોજાનારી લોકશાહી પરની સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપવા બદલ અમે યુએસના આભારી છીએ.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

અમેરિકાના આમંત્રણથી ઈસ્લામાબાદ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની અમારી ભાગીદારીને મહત્ત્વ આપીએ છીએ. જેને અમે દ્વિપક્ષીય અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગના સંદર્ભમાં વિસ્તારવા માગીએ છીએ. અમે વિવિધ મુદ્દાઓ પર યુએસ સાથે સંપર્કમાં રહીએ છીએ અને માનીએ છીએ કે અમે ભવિષ્યમાં યોગ્ય સમયે આ વિષય પર જોડાઈ શકીએ છીએ. વિશ્લેષકોનું કહેવું છે કે સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના પાકિસ્તાનને આમંત્રણે ઈસ્લામાબાદને જોખમમાં મૂક્યું, કારણ કે તેનો હેતુ ચીનને અલગ કરવાનો હતો.

અમેરિકાના તાઈવાનને આમંત્રણને કારણે ચીન પણ આ સમિટના સંગઠનથી નારાજ છે, કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી સાથે ગયા શુક્રવારે મોડી રાતે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કોન્ફરન્સમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને નિર્ણય લીધો હતો.

તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે લોકશાહી પર સંમેલનના ઉદ્ઘાટન સમયે કહ્યું કે વિશ્વભરમાં લોકશાહી સતત અને ખતરનાક પડકારોનો સામનો કરી રહી છે. લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના ભાષણમાં કહ્યું કે વ્યાપક સ્તરે આ વલણ ખોટી દિશામાં જઈ રહ્યું છે અને લોકશાહીને ચેમ્પિયનની જરૂર છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ આવશે, 275 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરશે

આ પણ વાંચો : Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?

Next Article